તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમલીકરણ:સામાખીયાળી અને સુરજબારી ટોલ ગેટ પર ફાસ્ટટેગ વિનાના વાહનોની લાગી કતારો

ભુજ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ફાસ્ટટેગના સ્ટીકર લેવા વાહનચાલકોમાં લાગી હોડ
 • ડબલ ટોલ આપવા મુદ્દે અનેક વાહનચલકોની બબાલ

કચ્છને ગુજરાતના અન્ય જિલ્લા સાથે જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરના સામખીયાળી અને સુરજબારી ટોલગેટ પર આજે સવારથી વાહનોની લાંબી કતારો જોવા મળી છે. ટોલતંત્ર દ્વારા ફાસ્ટટેગ અમલીકરણના નિયમનું પાલન કરાવવામાં આવી રહ્યું છે અને જે વાહનોમાં ફાસ્ટટેગ ન હોય તેમની પાસે બમણો ટોલ વસૂલવામાં આવી રહ્યો છે, જેને લઇને કેટલાક વાહનો દ્વારા વિરોધ પણ પ્રદર્શિત કરવામાં આવ્યો છે.

બમણો ટોલ વસૂલાતા વાહન ચાલકોએ બબાલ કરી હતી. જેના કારણે ટોલ બૂથ પર રોકાયેલા વાહનોતી ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા છે. જ્યારે ટોલ ગેટની બન્ને તરફ જે વાહનો ફાસ્ટેગ વિનાના છે. ઇચ્છૂક વાહનોમાં નવા ફાસ્ટેગના સ્ટીકર લગાવાઈ રહ્યાં છે. કચ્છ સૌરાષ્ટ્રને જોડતા સુરજબારી ટોલ નાકા પર આજથી ફરજિયાત થયેલા ફાસ્ટટેગ નિયમથી ટ્રાફિક સમસ્યા ઉદભવી છે અને વાહનોની લાંબી કતારો થવા લાગી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો