કામગીરી:ભુજ-ગાંધીધામમાં અધિકારીઓના ઘર બહાર ભેટ-સોગાદ માટે કતાર

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્ર-રાજય કક્ષાના લાંચીયા બાબુઅોની મુલાકાતમાં પણ વધારો થતા ચાંપતી નજર
  • પાછલા બારણેથી મોંઘી ભેટ સ્વીકારી વિદેશ મુસાફરીનો લેવાય છે લાભ

દિવાળી નજીક આવી રહી છે ત્યારે ભુજ અને ગાંધીધામમાં કેન્દ્ર-રાજય સરકારના ઉચ્ચ અધિકારીઅો સહિતના કર્મચારીઅોને ભેટ-સોગાદ અાપવાની પ્રથા છેલ્લા કેટલાક સમયથી ચાલતી અાવે છે. અધિકારીઅોના ઘર બહાર પણ ભેટ અાપવા માટે કતાર લાગતી હોય છે તો પાછલા બારણે પણ કામ કરી અાપવાના બહાને મોટી ભેટ સ્વિકારાતી હોય છે. ઉચ્ચ અધિકારીઅો તેમજ કર્મચારીઅોના ઘર બહાર તેમજ કચેરીમાં મુલાકાતીઅો પર લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની ટીમ ખાસ વોચ ગોઠવશે.

જો કે, અમુક સિદ્ધાંતવાદી અધિકારી-કર્મચારીઅો અા ભેટ સોગદાની લેતીદેતીથી દુર પણ રહેતા હોય છે. દિવાળીના તહેવાર દરમિયાન સીધી કે આડકતરી રીતે સરકારી કામકાજ સાથે સંકળાયેલા ધંધાર્થીઓ તરફથી ભેટ સોગાદ આપવાની વર્ષો જૂની પ્રથા છે. શુભેચ્છા રૂપે આપવામાં આવતી ભેટસોગાદ એ ભ્રષ્ટાચારનો જ એક હિસ્સો છે. ઘણા કિસ્સામાં સરકારી અધિકારીઓ કે કર્મચારીઓને કિંમતી ચીજવસ્તુઓ ઉપરાંત વિદેશ આવવા જવાની હવાઈ મુસાફરી તેમજ મોંઘીદાટ હોટલોમાં રહેવાની સગવડ કરી અપાતી હોય છે. તેમજ ગીફટ વાઉચરો પણ ભેટમાં અપાય છે.

જેથી લાંચિયા અધિકારીઓને પકડવા યોજના બનાવાઈ છે. ભુજ-ગાંધીધામમાં કેન્દ્ર અને રાજય સરકારના ઉચ્ચ અધિકારીઅોના બંગલા બહાર દિવાળી ટાણે ભેટની લેતી-દેતી માટે કતાર લાગતી હોય છે, તો અોફીસમાં પણ મુલાકાતીઅોની સંખ્યા અા દિવસોમાં વધારે રહે છે. અમુક અધિકારીઅો પાછલા બારણેથી પણ ભેટ સોગાદ સ્વિકારતા હોય છે.

તહેવાર ટાણે કામ કરી અાપવાના બહાને દિવાળીની ગીફટ સ્વરૂપે ગેરકાયદે લાંચ લેવામાં અાવી રહી છે તે પ્રથાને અંકુશમાં લાવવા માટે લાંચિયા બાબુઅો પર અેસીબીની ટીમ નજર રાખશે. ભુજ અને ગાંધીધામની કેટલી કચેરીઅોના અધિકારી-કર્મચારીઅોની યાદી પણ તૈયાર કરાઇ છે અને તેમની અોફીસના મુલાકાતીઅો અને ઘર બહાર અેસીબી દ્વારા ખાસ વોચ ગોઠવાશે.

કચેરીઅોમાં મુલાકાતીઅોનો ઘોડાપુર
લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા દિવાળીના નામે ભેટસોગાદ લાંચ રૂપે લેનારા અધિકારી અને કર્મચારીઅોની યાદી તૈયાર કરાઇ છે. બીજી તરફ, ભુજ અને ગાંધીધામની અમુક કચેરીઅોમાં મુલાકાતીઅોનો ઘોડાપુર ઉમટતુ હોય છે. ભુજની અાર.ટી.અો., માર્ગ-મકાન વિભાગ, જી.ઇ.બી., કલેકટર કચેરી, બહુમાળી ભવન, મામલતદાર કચેરી, પૂર્વ કચ્છમાં કંડલા પોર્ટ, નગરપાલિકા, મામલતદાર કચેરી, પાણી પુરવઠા નિગમ, જી.અેસ.ટી. વિભાગની કચેરીઅોમાં મુલાકાતીઅોની સંખ્યા વધારે રહેતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...