તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:ભચાઉ પાલિકાની કામગીરી સામે ઉઠતા સવાલો

ભુજ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભચાઉ નગરપાલિકાની કામગીરી સામે શહેર કોંગ્રેસ મહામંત્રી દ્વારા સવાલો ઉઠાવાયા છે. પાલિકા દ્વારા ભચાઉને સ્ટાર રેટીંગ ગાબેજ ફ્રી સિટી જાહેર કરવા તા.24/11ના જાહેરાત પ્રસિદ્ધ કરાવી છે, જેમાં ઇરાદાપૂર્વક અઘરા અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરાયો છે. જાહેર નોટિસ ગુજરાતીમાં અથવા તો સામાન્ય લોકો સમજી શકે તે રીતે પ્રસિદ્ધ કરવી જોઇએ. આ જાહેરાત બાબતે અનેક વાંધાઓ ઉઠાવાયા છે તેમ છતાં પાલિકાના ચીફ ઓફિસર દ્વારા કોઇપણ સંતોષકારક જવાબ અપાયો નથી. આ જાહેરાત લોકોને સમજાય તે રીતે ફરીથી પ્રસિદ્ધ કરવા ભચાઉ શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી ધર્મેન્દ્રસિંહ એસ. જાડેજાએ માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...