રાહત:ફૂટપાથ પર તંબૂ તાણી બેઠેલા દબાણકારો સ્વૈચ્છિક ખસ્યા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે બપોર પછી કાર્યવાહી ન થાય તો કામગીરી ફરી ઠેલાશે
  • પાલિકાઅે પોલીસ બંદોબસ્ત માંગ્યો પણ મળ્યો નહીં

ભુજ નગરપાલિકા દ્વારા સોમવારથી ફૂટપાથ ઉપરના દબાણો હટાવવાની કામગીરી થવાની હતી. પરંતુ, મંગળવાર ઉપર ખસેડાઈ હતી. જોકે, હવે અાજે બપોર પછી થાય તો થાય નહીંતર પછી અાવતીકાલ ઉપર ખસેડાય અેવી શક્યતા છે. દરમિયાનમાં જિલ્લા પંચાયત પાસેના ફૂટપાથ ઉપર તંબૂ તાણીને બેઠેલા તૈયાર વસ્ત્રોના વેપારીઅોઅે સ્વૈચ્છિક રીતે ખસી ગયાના હેવાલ છે. કલેકટર પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષ સ્થાને મળેલી રોડ સેફ્ટી કમિટીની બેઠકમાં સંબંધિત તંત્રોને ફૂટપાથ ઉપરના દબાણો હટાવવા અાદેશ થયા છે, જેથી ભુજ નગરપાલિકાઅે ફૂટપાથ ઉપરના દબાણકારોને સ્વૈચ્છિક રીતે ખસી જવા અગાઉથી જાણ કરી દીધી હતી.

જેના પગલે સોમવારે જિલ્લા પંચાયત પાસેના ફૂટપાથ ઉપરથી સ્વૈચ્છાઅે દબાણો ખસી ગયા છે. પરંતુ, અોલ્ફ્રેડ હાઈસ્કૂલ પાસે, પેન્શનર્સ અોટલા પાસે, હમીરસર તળાવની પાળ પાસે, ટાઉન હોલના પાછળના ભાગે, શાળા-કોલેજ, સરકારી કચેરીઅો પાસેના દબાણો હજુ હટ્યા નથી. ભુજ નગરપાલિકાની દબાણ શાખામાંથી મળતી વિગતો મુજબ પોલીસ બંદોબસ્ત માંગ્યો છે. જે મળશે તો મંગળવાર બપોર પછી દબાણ હટાવ કામગીરી હાથ ધરાશે. નહીંતર પછી બુધવારે સવારથી ઝુંબેશ હાથ ધરાશે.

વિશાળ દબાણો થઈ જાય પછી તંત્ર જાગે છે
શહેરમાં ફૂટપાથ ઉપર અેકલદોકલ દબાણ થાય ત્યારે જ ભુજ નગરપાલિકાની દબાણ શાખા હરકતમાં અાવતી નથી. વિશાળ પાયે હાથલારી, ગલ્લાવાળા ખડકાઈ જાય અને રોડ સેફ્ટી કમિટીમાં કલેકટર દ્વારા અાદેશ થાય ત્યારે જ તંત્ર જાગે છે. અેવું જ સરકરી જમીન ઉપરના દબાણોનું છે. ભુજ શહેર અને સીમમાં સરકારી જમીનો ઉપર વિશાળ પાછળ દબાણ થઈ ગયું છે. પરંતુ, ભાડા, સિટી સર્વે, રેવન્યૂ ડિપાર્ટમેન્ટ, મામલતદાર સહિતના તંત્રો અાંખ અાડા કાન કરી બેઠા છે. હકીકતમાં સરકારી કર્મચારીઅોને સરકારી જમીનની જાળવણી માટે પણ નોકરીઅે રાખવામાં અાવ્યા છે. પરંતુ, સરકારી જમીનની જાળવણી કરવામાં નિષ્ફળ ગયા છે, જેથી અેવા કર્મચારીઅો સામે શા માટે પગલા ભરવામાં નથી અાવતા અે પણ અેક પ્રશ્ન છે.

અન્ય સમાચારો પણ છે...