તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:આરોગ્ય વ્યવસાયિકો પર હુમલા કરતા તત્વોને દંડ કરો: તબીબ સંગઠનની માંગ

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડોક્ટર્સના પ્રદાનને ધ્યાને લઇ કોવિડ શહીદ તરીકે માન્યતા આપવી જોઈએ

COVID-19 દરમિયાન તમામ તબીબો પ્રથમ દિવસથી જ કોરોના વાયરસ સામેના યુદ્ધમાં મોરચા પર લડતા રહ્યા છે, અને લાખો લોકોને બચાવ્યા છે. ફ્રન્ટલાઈન કાર્યકરોને કામ કરવામાં સક્ષમ બનાવ્યું છે. આ રોગચાળા વચ્ચે, આપણે આ દેશમાં ડોકટરો અને આરોગ્ય સંલગ્ન વ્યવસાયિકો સામે શારીરિક હિંસાની વધતી જતી ઘટનાઓ અંગે ઇન્ડીયન મેડિકલ એસોસિએશન, ભુજ દ્વારા દુઃખ વ્યક્ત કરાયું હતું. આસામના યુવાન ડોક્ટર પર ક્રૂર હુમલો અને દેશભરના લેડી ડોકટરો અને તે પણ વેટરન પ્રેક્ટિશનરો પર હુમલા ખરેખર પ્રેક્ટિશનરોમાં માનસિક આઘાતજનક છે.

પ્રેક્ટિશનરો વચ્ચે સા.ઓઆરોગ્ય સેવાઓ કર્મચારી અને ક્લિનિકલ સંસ્થાઓ (હિંસા પર પ્રતિબંધ અને સંપત્તિને નુકસાન) બિલ 2019 કે જે ફરજ પરના તબીબો અને અન્ય આરોગ્ય ક્ષેત્રના વ્યવસાયિકો પર હુમલો કરે છે તેવા લોકોને દંડ આપવા માંગ કરી હતી. 10 વર્ષ સુધીની જેલની સજા લગાવી દે, તે કાયદા અંગે આંતર મંત્રાલયની પરામર્શ દરમિયાન ગૃહ મંત્રાલય દ્વારા બરતરફ કરવામાં આવેલ, તે જોગવાઈઓ શામેલ કરવા સાથે અને સુનાવણીના ઝડપથી નિષ્કર્ષ માટે નિયત સમયપત્રક માટેની શરતો સાથે તાત્કાલિક જાહેર કરવામાં આવવી જોઈએ તેવી આશા વ્યક્ત કરી હતી.

હુમલામાં સામેલ બધા લોકોને સજા થવી જોઈએ જેથી અન્ય અસામાજિક તત્વો કે જે કોઈપણ આરોગ્ય સંભાળ વ્યવસાયિકો પર હુમલો કરવામાં મદદ કરે છે તેના માટે પણ અસરકારક નિવારણ પેદા કરે. ડોક્ટર્સ કે જેમણે COVID-19 રોગચાળાની વિરુદ્ધના યુદ્ધમાં પોતાનો જીવ ગુમાવ્યો છે, તેમના બલિદાનની યોગ્ય સ્વીકૃતિ સાથે તેમને COVID MARTYRS તરીકે માન્યતા આપવી જોઈએ.

18 વર્ષથી ઉપરના તમામ લોકો માટે સાર્વત્રિક મફત રસીકરણને પ્રોત્સાહન આપવું જોઈએ. સમગ્ર દેશમાં વિરોધનો કાર્યક્રમ તેમની ફરજ સાથે ઓનલાઇન કરાયો હતી. સોશિયલ મીડિયા દ્વારા સર્વત્ર જાણ કરાઇ હતી તેવી ઇન્ડીયન મેડિકલ એસોસિએશન, ભુજના પ્રમુખ ડૉ. શૈલેન્દ્ર સિંહ જાડેજાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...