તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:અમુક પોલીસ કર્મચારીઓના લીધે તંત્ર પર લોકોનો વિશ્વાસ ડગમગ્યો

ભુજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એ-ડિવિઝનના પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવા એસપી-આઇજી સમક્ષ ધા

ભુજના બે યુવકને પોલીસ કર્મચારીઅે માર મારવાના બનાવમાં સમાજના અાગેવાનોઅે પશ્ચિમ કચ્છ અેસપી અને રેન્જ અાઇજીને રૂબરૂ મળી અાવા પોલીસ કર્મચારી સામે પગલા ભરવા તેમજ સસ્પેન્ડ સહિતની કાર્યવાહી કરવા ધા નાખી છે. અમુક પોલીસ કર્મચારીઅોના લીધે લીધે પોલીસનું નામ ખરબા થાય છે અને લોકો પણ વિશ્વાસ ગુમાવી રહ્યા છે તેવી વાત કરી હતી.

ગુરુવારે રાત્રે ભુજના શકીલ કુંભાર અને અારીફ ખલીફા બાઇકથી જઇ રહ્યા હતા ત્યારે પોલીસ કર્મચારી બલભદ્રસિંહ તખુભા ગોહીલે વાહન ચલાવવા મુદ્દે કાગળો ચેક કરી બાદમાં ઢોર માર મારી પોલીસ મથકે લઇ ગયા હતા, પોલીસ સ્ટેશનમાં પણ માર મારી, બાપ દાદાની સવાસો અેકર જમીન છે ત્યાં ડાટી મુકીશ તો કોઇને ખબર પણ નહીં પડે તેમ કહી ધમકી અાપી માર માર્યો હતો. ગંભીર ઇજાઅો પહોંચતા બંનેને જી. કે.માં સારવાર માટે લઇ જવાયો હતો બાદમાં પોલીસ કર્મચારી સામે ગુનો નોંધવામાં અાવ્યો હતો.

હતભાગી યુવકના સમાજના અાગેવાનો પશ્ચિમ કચ્છ અેસપી અને રેન્જ અાઇજીને રૂબરૂ મળી રજૂઅાત કરી હતી કે, અાવા પોલીસ કર્મચારીઅોને લીધે પોલીસનું નામ બદનામ થઇ રહ્યું છે અને અા કર્મચારી સામે તાત્કાલીક પગલા ભરી સસ્પેન્ડ કરવામાં અાવે. રજૂઅાત વેળાઅે રફીક મારા, ફકીરમામદ કુંભાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

લાયસન્સ ન હોવા છતાંય સગીરને વાહન અાપ્યું
પોલીસે ધુમ સ્ટાઇલમાં વાહન ચલાવતા હોવાનું કહી બાઇકને રોકાવ્યો હોવાની વાત ફરિયાદ તેમજ રજૂઅાતમાં કરાઇ છે. અા બંને યુવકો બાઇક લઇને નિકળી ગયા હતા. ખરેખર લાયસન્સ વિના વાહન ચલાવવું અે ગુનો બને છે, તેમ છતાંય વાલીઅો તરફથી લાયસન્સ વગર બાળકોને વાહન ચલાવવા માટે અાપી દેવાયા હતા. હતભાગી બંને યુવક પૈકી અેકેય પાસે વાહન ચલાવવા માટેનું લાયસન્સ ન હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...