તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કચ્છ યુનિવર્સિટી:ખાસ કિસ્સામાં એક્સર્ટનલ કોર્ષ શરૂ કરવા યુનિ.ને મંજૂરી માટે તજવીજ

ભુજ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નેકની માન્યતા ન હોવાના કારણે દોઢ વર્ષથી અભ્યાસક્રમ બંધ કરી દેવાયો હતો
  • એક્સર્ટનલ કોર્ષ ચાલુ થાય તો સરહદીય કચ્છના 7 હજાર છાત્રોને લાભ મળે : વીસી

કચ્છ યુનિવર્સિટી પાસે નેકની માન્યતા ન હોવાના કારણે દોઢેક વર્ષ પૂર્વે એક્સર્ટનલ અભ્યાસક્રમ બંધ કરી દેવાયો છે, જેના લીધે જિલ્લાના સાતેક હજાર છાત્રો શિક્ષણથી વંચિત રહી જાય છે. નેકની માન્યતા વગર ખાસ કિસ્સામાં કચ્છ યુનિ.ને એક્સર્ટનલ અભ્યાસક્રમ શરૂ કરવા મંજૂરી અપાય તે માટે ગોઠવણ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

કચ્છ સરહદીય જિલ્લો છે જેમાં અનેક છાત્રો નોકરી કે ધંધો કરવાની સાથે અભ્યાસક્રમ આગળ ધપાવતા હોય છે. જો કે, છેલ્લા દોઢ વર્ષથી કચ્છ યુનિવર્સિટીમાં એક્સર્ટનલ અભ્યાસક્રમ બંધ કરી દેવાયો છે. નેકની માન્યતા ન હોય તેવી તમામ યુનિવર્સિટીને ઉચ્ચકક્ષાએથી આદેશ થયો કે, એક્સર્ટનલ અભ્યાસક્રમ નેકની માન્યતા લીધા બાદ જ શરૂ કરવામાં આવે. આમ, કચ્છ યુનિવર્સિટી પાસે પણ નેકની માન્યતા ન હોવાના કારણે એક્સર્ટનલ અભ્યાસક્રમ બંધ કરવાનો વખત આવ્યો છે. નેકની માન્યતા લેવા માટે સૌપ્રથમ તો ફુલ મહેકમ અને ટીચિંગ સ્ટાફ જોઇએ, જે પ્રથમ મહત્વના મુદ્દાનો જ કચ્છ યુનિ.માં છેદ ઉડી જાય છે. પુરતુ સ્ટાફ અને મહેકમ ન હોવાના કારણે નેકની માન્યતાનો પ્રથમ પગથીયો જ ચઢી શકાતો નથી.

આ અંગે કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કચ્છ સરહદીય જિલ્લો છે જેમાં અનેક છાત્રો કામ-ધંધો કરવાની સાથે અભ્યાસક્રમ કરતા હોય છે.

નેકની માન્યતા વગર જ ખાસ કિસ્સામાં એક્સર્ટનલ અભ્યાસક્રમની છુટછાટ આપવામાં આવે તે માટે પત્રવ્યવહાર સહિતની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોઝિટીવ અભિગમ દાખવીને ઉચ્ચકક્ષાએથી માત્ર કચ્છના વિદ્યાર્થીઓ માટે યુનિ.માં એક્સર્ટનલ અભ્યાસક્રમ શરૂ કરવા અપાય તેવા પ્રયાસો ચાલુ છે. એક્સર્ટનલ અભ્યાસક્રમ શરૂ થવાના લીધે જિલ્લાના સાતેક હજાર વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ જુદા જુદા કોર્ષમાં અભ્યાસક્રમ શરૂ કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...