વિવાદ:ખાવડા પાસેની કેમિકલ કંપનીમાં જન સુનાવણીમાં વિરોધનો સૂર પણ ઉઠ્યો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બ્રોમીનયુક્ત પાણીથી પ્રદુષણ, શરત ભંગ સહિતના ગંભીર આક્ષેપો

ખાવડા નજીક બ્રોમીનનું ઉત્પાદન કરતી કંપની સોલારીસના વિસ્તરણ મુદ્દે બુધવારે જન સુનાવણી યોજાઇ હતી, જેમાં કયાંક વિરોધનો સૂર પણ ઉઠ્યો હતો.સોલારીસ કંપનીનું અગાઉથી લીઝ પર 20 હજાર હેક્ટર વિસ્તારમાં 7.675 મેગાવોટનું બ્રોમીનનું પ્લાન્ટ છે, જેમાં વિસ્તરણ સાથે 33.275 મેગાવોટ કરવાની દિશામાં પ્રયાસો ચાલી રહ્યા છે અને જેના માટે વધારાની 30 હજાર હેક્ટર જમીન પણ લીઝ પર લેવાઇ છે.

કંપનીના વિસ્તૃતીકરણ અંગે તા.15-9, બુધવારે થયેલી જન સુનાવણીમાં વિરોધનો સૂર ઉઠ્યો હતો. ખાવડાના અહમદ મહમદઅમીન ખત્રીઅે જણાવ્યું હતું કે, સ્થાનિકે મોટાભાગના લોકો અાજ કંપનીમાં નોકરી કરે છે અને મોટા માથાઅોના કંપનીના વિવિધ કામો માટેના કોન્ટ્રાકટ છે, જેના કારણે વિરોધ ન કરી ખુલ્લીને કોઇ સામે અાવતું નથી. નિયમ અનુસાર ક્ષારનું પ્રમાણ અટકાવવા સિમેન્ટના બંધપાળા બાંધવા જોઇઅે જે કંપનીઅે બાંધ્યા નથી.

ઉપરાંત જયાં ખારાશયુક્ત પાણી સંગ્રહ કરાય છે ત્યાં તાળપત્રી ન મૂકાતાં ફળદ્રુપ જમીનમાં ક્ષારનું પ્રમાણ વધે છે, જેથી ઘાસચારો ઉગતો નથી. કંપની દ્વારા કેમિકલ યુક્ત પાણી યોગ્ય પ્રક્રિયા કર્યા વિના, નિયમોને નેવે મુકીને છોડાતું હોવાનું અને અા કંપનીઅે લીઝ પર લીધેલી જમીન અન્ય કંપનીને અાપી દેતાં શરત ભંગ થયાના અાક્ષેપો પણ તેમણે કર્યા છે. અા મુદ્દે તેમણે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડને પણ રજૂઅાત કરી છે.

કંપની દ્વારા ધારા-ધોરણો મુજબ જ થતી કામગીરી
સોલારીસ કંપની સામે થયેલા અાક્ષેપો મુદ્દે કંપનીના અેચ.પી. સોનીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, બુધવારે હાથ ધરાયેલી સુનાવણીમાં ઉપસ્થિત લોકોઅે પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. ઉપરાંત પ્રદુષણના અાક્ષેપો મુદ્દે તેમણે જણાવ્યું હતું કે, કંપની દ્વારા સરકારના નિયત ધારા ધોરણો મુજબ કામગીરી કરાય છે અને શરતભંગના મુદ્દે ઉમેર્યું હતું કે, અેગ્રોસેલ માટે અલગથી જ લીઝ પર જમીન લેવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...