તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:માધાપરના નીલકંઠનગરના 8 દબાણકારો સામે લેન્ડગ્રેબિંગ તળે કાર્યવાહી થવા તજવીજ

ભુજ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કલેકટરને રજૂઆત કરાયા બાદ બી ડિવિઝન પોલીસે જિલ્લા પોલીસવડાને પત્ર મોકલ્યો
  • નદી વિસ્તારમાં પાણીના કુદરતી વહેણમાં 25 વર્ષથી પાકા બાંધકામ બનાવી દેવાયા

માધાપરના જુનાવાસમાં આવેલા નીલકંઠ નગરમાં નદીના વિસ્તારમાં પાણીના કુદરતી વહેણ પર છેલ્લા 25 વર્ષથી બાંધકામ ખડકી દેનારા આઠ શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ તળે કાર્યવાહી થવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. બી ડિવિઝન પોલીસે તપાસ કરી નિવેદન લઇ એસ.પી.ને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા કલેકટરને મોકલવા પત્ર લખાયો હતો.

માધાપરના હાલાઇ નગરમાં રહેતા દિનેશ હિરજીભાઇ સોમૈયાએ જિલ્લા કલેકટરને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માટે પત્ર મોકલ્યો હતો, જે અંગે એસ.પી. તરફથી બી ડિવિઝન પોલીસને તપાસ કરવા હુકમ થયો હતો. બી ડિવિઝન પોલીસે ફરિયાદીનું નિવેદન લીધુ હતું, જેમાં અમીરભાઇી લોઢીયા, જીવરાજભાઇ, ધીરૂભા એમ. જાડેજા, ગુંસાઇ દયાલગર માધવગર, હરીરામભાઇ (ગેસવાળા), મેઘરાજભાઇ (ગેસવાળા), મેઘરાજભાઇના પાકા મકાન, અને તાલબભાઇ લોઢીયા સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માટે નિવેદન લેવાયા હતા.

ફરિયાદીએ નિવેદનમાં લખાવ્યું હતું કે, આ તમામ દબાણકારો તરફથી છેલ્લા 25 વર્ષથી નદીના વિસ્તારમાં વહેણ પર દબાણ કરાયું છે. બી ડિવિઝન પોલીસે નિવેદન લઇ કલેકટર કચેરીએ દરખાસ્ત મોકલવા માટે એસ.પી.ને પત્ર લખ્યો હતો. બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેકટર રમેશ ગોજીયા તરફથી સોમવારે પોલીસ અધિક્ષકને પત્ર લખાયો હતો કે, ફરિયાદી લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ તપાસ થવા સારૂ કલેકટર તરફથી આગળની કાર્યવાહી કરવા માગતા હોઇ આ પ્રકરણ કલેકટરને મોકલી આપવા જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...