તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:માસ પ્રમોશનથી છાત્રોની સંખ્યા વધતાં ધોરણ 11ના 33 વર્ગો વધારવા દરખાસ્ત

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કચ્છમાં ધો. 9માં 8, ધો. 10માં 7 અને ધો. 12માં 4 વર્ગ વધારવા પડશે.
  • સંખ્યા બમણી થતાં જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાઓમાંથી સ્થિતિનો મેળવ્યો તાગ

કચ્છમાં કોરોના મહામારીના સંક્રમણને રોકવા માટે શાળાઅોમાં છેલ્લા દોઢેક વર્ષથી પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય બંધ છે, જેથી ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે માસ પ્રમોશનનો નિર્ણય લીધો છે. જેના કારણે કચ્છમાં ધોરણ 10માંથી ધોરણ 11માં પ્રવેશનારા વિદ્યાર્થીઅોની સંખ્યા બમણી થઈ જવાની છે, જેથી જિલ્લા શિક્ષણાધિકારી ડો. ભગવાન પ્રજાપતિઅે શાળાઅોમાંથી સ્થિતિનો તાગ મેળવ્યો છે, જેમાં ધોરણ 11માં 33 વર્ગો વધારવાની દરખાસ્ત મોકલવામાં અાવી છે.

કચ્છ જિલ્લામાં સામાન્ય રીતે ધોરણ 10ના 32000 જેટલા વિદ્યાર્થીઅો હોય છે. પરંતુ, બોર્ડ દ્વારા લેવાતી વાર્ષિક પરીક્ષામાં બેસનારા અને ઉત્તીર્ણ થનારાની સંખ્યા અોછી હોય છે. અેટલું જ નહીં પણ ધોરણ 10 પાસ કર્યા બાદ અન્ય અન્ય વ્યવસાયિક કે ટેકનીકલ ક્ષેત્રે કારકિર્દી બનાવનારા પણ હોય છે. જેઅો ધોરણ 11માં પ્રવેશ મેળવતા નથી. અામ ધોરણ 11માં 19000ની અાસપાસ વિદ્યાર્થીઅો હોય છે.

પરંતુ, અા વખતે માસ પ્રમોશનને કારણે તમામ વિદ્યાર્થીઅોને ધોરણ 11માં પ્રવેશ અપાઈ જશે, જેથી શાળાઅોમાં વર્ગો વધારવાની જરૂરિયા ઊભી થઈ છે, જેમાં ધોરણ 11માં 33 વર્ગો વધારવા પડશે. અેવી જ રીતે ધોરણ 9માં 8, ધોરણ 10માં 7, ધોરણ 12માં 4 વર્ગો વધારવા પડશે. જેની દરખાસ્ત ગુજરાત સરકારના શિક્ષણ વિભાગને મોકલી દેવાઈ છે. જોકે, જુલાઈ માસમાં પરિણામ અાવ્યા બાદ અે અંગે નિર્ણય લેવાશે.

શાળામાં ધોરણ મુજબ વર્ગોની સ્થિતિ
ધોરણ 9માં કાયમી વર્ગો 212 છે અને 8 હંગામી વધારવા પડશે, જેથી કુલ 220 થશે. ધોરણ 10માં 183 કાયમી વર્ગો છે અને 7 હંગામી વધારવા પડશે, જેથી કુલ 190 જશે. ધોરણ 11માં 77 કાયમી વર્ગો છે અને 33 વધારવા પડશે, જેથી કુલ 110 થશે. અેવી જ રીતે ધોરણ 12માં 76 કાયમી વર્ગો છે અને 4 વધારવા પડશે, જેથી કુલ 80 થશે.

અન્ય સમાચારો પણ છે...