તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વડઝરના લગ્નના વાયરલ વીડીયો બાદ સરપંચ સામે ફોજદારી નોંધવા તજવીજ

ભુજ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સેંકડો લોકો રાસ-ગરબે ઘુમતાં હોવાની ક્લિપ વાયરલ થતાં પોલીસ ખાતામાં દોડધામ મચી
 • કોરોના ગાઈડલાઈનનો ભંગ કરવા બદલ માનકુવા પોલીસને એસપીએ આદેશ આપ્યા

ભુજ તાલુકાના વડઝર ગામના સરપંચના પુત્રના લગ્નમાં લોકગાયિકા ગીતા રબારીના ગીતોના સથવારે સેંકડો લોકો રાસ-ગરબે ઘુમતાં હોવાની ક્લિપ વાયરલ થતાં કોરોના ગાઈડલાઈનનો સરેઆમ ભંગ થવા બદલ પોલીસ ફરિયાદ દાખલ કરવા એસપીએ માનકુવા પોલીસને આદેશ આપ્યા છે.

30મી નવેમ્બરે રાત્રે વડઝરના સરપંચ પૃથ્વીરાજસિંહ સોઢાના પુત્રના લગ્ન પ્રસંગે લોકગાયિકા ગીતા રબારીનો રાસ-ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સેંકડો લોકો ગરબે ઘુમ્યાં હતા. ગીતા રબારી પર પૈસાનો વરસાદ થતો હોવાનો પણ વિડીયો ક્લિપમાં દેખાય છે. બનાવને ગંભીરતાથી લઈ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘે તપાસ કરી લગ્નની મંજૂરી લેનારાં આયોજક સહિતના જવાબદાર લોકો સામે ફોજદારી ફરિયાદ નોંધવા આદેશ કર્યો છે.

માનકૂવા પોલીસ ઈન્સ્પેક્ટર કે.બી.વિહોલે જણાવ્યું કે, જેના ધરે લગ્નની પ્રસંગ હતા તે સરપંચ તેમજ જવાબદાર લોકો સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરી છે. નોંધનીય છે કે, સમગ્ર બનાવને શાંત પાડવા અને મામલો પોલીસ ફરિયાદમાં ન પરિણમે તે માટે ભાજપના એક આગેવાને એડી ચોટીનું જોર લગાવ્યું હતું.

તો ખંભાળીયાના બનાવ અંગે નોંધાઇ ફોજદારી
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયાના મોવાણ ગામે એક ભવ્ય લગ્ન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગમાં કોરોનાના નિયમોના ધજાગરા ઉડાવવામાં આવ્યા હતા. મહત્વની વાત છે કે ઉદ્યોગપતિના પુત્રના લગ્ન સમારોહમાં જામનગરના સાંસદ પુનમબેન માડમ પણ હાજર રહ્યાં હતા. તો ગીતા રબારીના તાલ પર લોકો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો ભંગ કરી ગરબે રમ્યા હતા. જામ ખંભાળિયાના મોવાણ ગામે રહેલા ઉદ્યોગપતિ ભીખુભાઈ ગોજીયાના નિવાસ્થાને લગ્ન પ્રસંગ બાદ યોજાયેલા રિસેપ્શન સમારોહમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતા. અહીં કોરોનાના તમામ નિયમોના ધજાગરા ઉડાવવામાં આવ્યા હતા. જે અંગે ગુરુવારે પોલીસે ગુનો નોંધ્યો છે.

કોરોના મુદ્દે સાવચેતી રાખવા અપીલ કરનારા લોકગાયિકાએ જ નિયમનો ભંગ કર્યો
લોકગાયિકા ગીતા રબારી કોરોના અંગે સાવચેતી રાખવા માટે અપીલ કરી હતી, તો ખુદ પણ પોઝિટીવ થયા હતા. સાવચેતીની વાતો કરનારા ખુદ નિયમોના ધજાગરા કરવામાં સહભાગી બનતા આવ્યા છે. તેમના કાર્યક્રમમાં સેંકડો લોકો હાજર રહી ગરબે જુમતા હોવાનો આ બીજો બનાવ સામે આવ્યો છે.

લગ્નમાં ફાયરિંગ થવાની વાત સામે આવી
લગ્ન પ્રસંગમાં ફાયરિંગ થવાના અનેક બનાવ સામે આવતા હોય છે ત્યારે આ વડઝરના કાર્યક્રમમાં પણ ફાયરિંગ થયો હોવાની વાત સામે આવી છે, પોલીસ આ બનાવમાં વિડીયો કવરેજ એકત્ર કરી તપાસ કરે તો સમગ્ર વાત પરથી પડદો ઉંચકાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો