જાહેરનામા:30મી સુધી સરકારી કચેરીઓ પાસે ધરણા, હડતાળ કરવાની મનાઇ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કચ્છમાં કાયદો, વ્યવસ્થા માટે બહાર પડાયા ત્રણ જાહેરનામા

કચ્છમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવો ન બને તે માટે તા.30-12 સુધી પ્રતિબંધો સાથે અધિક જિલ્લા કલેક્ટર દ્વારા 3 જાહેરનામા બહાર પડાયા છે.જિલ્લા સેવાસદન, ભુજ તથા મધ્યસ્થ સેવાસદન, ભુજ, અંજાર, ભચાઉ, મુન્દ્રા, નખત્રાણા, અબડાસા, નલિયા, દયાપર, મુન્‍દ્રા, માંડવી, ગાંધીધામ, અને રાપર તાલુકા સેવાસદનની બહાર કે અંદર જિલ્લા/મધ્યસ્થ/તાલુકા સેવાસદનના પરિસરની 100 મીટરની ત્રિજયાના વિસ્તારમાં કોઇ મંડળી બનાવી ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હડતાલ પર બેસવા કે ઉપવાસ ઉપર બેસવા તેમજ અનધિકૃત/ગેરકાયદેસર રીતે કોઇપણ વ્યકિતએ/વ્યકિતઓને એકી સાથે કોઇપણ જગ્યાએ ભેગા થઇને કે આમરણાંત ઉપવાસ પર બેસવા માટે મનાઇ ફરમાવી છે.

વધુમાં ભુજની સરકારી કચેરીઓમાં બિનઅધિકૃત વ્યકિતઓને પ્રવેશવા પર પ્રતિબંધ તેમજ જિલ્લાની સરકારી કચેરીઓમાં ચાર કરતાં વધુ વ્યકિતઓને ભેગા થઈને આવેદન પત્ર આપવા પર પ્રતિબંધ લદાયો છે. જાહેરનામા અન્વયે ફરજ પર સરકારી નોકરી અથવા રોજગારમાં હોય તે વ્યકિતઓને, ફરજ પર હોય તેવી ગૃહરક્ષકદળની વ્યકિતઓને, લગ્નના વરઘોડા તથા સ્મશાનયાત્રાને, અત્રેથી, સક્ષમ અધિકારી તરફથી આપવામાં આવેલી ખાસ કિસ્‍સા તરીકે પરવાનગીને, સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમો કે અભિયાનને લાગુ પડશે નહીં. જાહેરનામાનો ભંગ કરનારા લોકોને દંડ સાથે સજા કરવામાં અાવશે.

અન્ય સમાચારો પણ છે...