મનાઈ:31-7 સુધી યાંત્રિક બોટો દ્વારા થતી માછીમારી પર પ્રતિબંધ

ભુજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આંતરદેશિય અને પ્રાદેશિક વિસ્તારમાં મનાઇ ફરમાવાઇ
  • પગડીયા માછીમાર બાકાત, 10 હજાર દંડ ફટકારાશે

રાજય સરકાર દ્વારા એક પરિપત્ર બહાર પાડીને દરિયાઇ કાંઠાના પ્રાદેશિક જળ વિસ્તારમાં 31 જુલાઇ સુધી યાંત્રિક બોટો દ્વારા થતી માછીમારી પર મનાઇ ફરમાવાઇ છે. હુકમનો ભંગ કરનારાને 10 હજારનો દંડ ફટકારાશે. મત્સય વિભાગે બહાર પાડેલી યાદીમાં જણાવાયું હતું કે, 1 જુનથી 31 જુલાઇ સુધી યાંત્રિક બોટો દ્વારા આંતરદેશિય અને પ્રાદેશિક જળ વિસ્તારમાં થતી માછીમારી પર પ્રતિબંધ મુકવામાં આવે છે. પ્રતિબંધ જોનમાં નોન યાંત્રિક બોટ જેવી કે લાકડાની હોડી, શઢવાડી હોડી તેમજ પગડીયા માછીમારોને આ હુકમ લાગુ પડતો નથી. યાંત્રિક બોટ દ્વારા આ હુકમનો ભંગ કરવામાં આવશે તો 10 હજારનો દંડ ફટકારવામાં આવશે તેવું જણાવાયું હતું. ઉલ્લેખનીય છે કે, લોકડાઉનને લીધે માછીમારીના વ્યવસાયને પણ અસર પહોંચી છે ત્યારે બીજી તરફ માછીમારીની સીઝન પણ એક માસ વહેલી પુર્ણ કરી દેવાઇ હતી. લોકડાઉન થતા માછીમારો પોતાની બોટો લાંગરી વતન ભણી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...