તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:સરકારી જમીન પરના બાંધકામને વીજ જોડાણ પર પ્રતિબંધ લગાવો

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કચ્છમાં વધતા જતા અતિક્રમણ સામે તંત્ર લાચાર: દબાણ દુર કરવા જિલ્લા સમાહર્તા સમક્ષ કરાઇ રજૂઅાત

કચ્છમાં કરોડોની કિંમતી જમીન પર દબાણકારો કાચા-પાકા બાંધકામો કરી, વીજ જોડાણ મેળવી રહ્યા છે, જેથી અાવા વીજ જોડાણો પર રોક લગાવી, દબાણ દુર કરવા માંગ ઉઠી છે.લેન્ડ ગ્રેબિંગ અેક્ટ તળેની જોગવાઇઅોને નેવે મુકીને દબાણકારો કાચા-પાકા બાંધકામ કરીને ગ્રામ્ય વિસ્તારમાં સરપંચ, તલાટી દ્વારા દબાણવાળી જગ્યા પર નવા વીજ જોડાણ લેવા માટે ‘ના વાંધા પ્રમાણપત્ર’થી વીજ જોડાણ મળી જાય છે, જેનો ઉપયોગ કાચા-પાકા બાંધકામ, ઘર, દુકાન કે અન્ય હેતુ માટે કરાય છે. અાવી જ રીતે શહેરી વિસ્તારોમાં પણ સંબંધિત પાલિકા કચેરીઅેથી ‘ના વાંધા પ્રમાણપત્ર’ મળી જતા હોઇ દબાણકારોને જાણે મોકળું મેદાન મળ્યું છે.

અાવા પ્રમાણપત્રો અાપવાના અધિકાર સરપંચ, તલાટી કે પાલિકાને ન હોવા છતાં અપાઇ રહ્યા છે અને તેના અાધારે વીજ જોડાણ પણ અપાય છે. પી.જી.વી.સી.અેલ.ના અધિક્ષક ઇજનેર ગરવાઅે તાજેતરમાં દબાણવાળી જમીનમાં વીજ જોડાણ નહીં અપાય તેવી જાહેરાત પણ કરી છે તેમ છતાં વીજ જોડાણ અપાતાં સરકારી જમીન પર અતિક્રમણ માટે દબાણકારોને પ્રોત્સાહન મળતું હોઇ અાવા વીજ જોડાણ અાપવા પર પ્રતિબંધ લગાવી, દબાણો હટાવવા પી.કે. દવે, રાજેશ પિંડોરિયા, વી.કે. મહેશ્વરી, રજાક અેફ. રાયમાઅે કલેક્ટરને રજૂઅાત કરી છે.

અન્ય સમાચારો પણ છે...