તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરનામાની અવધિ લંબાવી:ભુજ, ગાંધીધામમાં વ્યવસાયિકોએ 30મી સુધી પ્રથમ ડોઝ લઇ લેવો

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાવાસીઅો માટે રસી મુકાવવા 10મી સુધીની મુદત
  • જિલ્લા સમાહર્તાઅે જાહેરનામાની અવધિ 10મી સુધી લંબાવી

સરકાર સરકારની ગાઇડલાઇન મુજબ કચ્છમાં પણ જિલ્લા સમાહર્તા દ્વારા જાહેરનામાની અવધિ તા.10-7 સુધી લંબાવાઇ છે.કલેક્ટર સુજલ મયાત્રાઅે બહાર પાડેલા જાહેરનામા મુજબ ભુજ અને ગાંઘીઘામ શહેરમાં તા.26/6 રાત્રિના 10થી તા.10/7ના સવારના 6 વાગ્યા સુઘી રાત્રિ કફર્યૂ રહેશે. તા.26/06ના સવારના 6થી તા.10/7ના સવારના 6 સુધીના સમગ્ર સમયગાળા દરમ્યાન વ્યાપારિક ગતિવિધિ સવારે 9થી રાત્રે 9 સુધી ચાલુ રહી શકશે.

જો કે, વેપાર, વાણિજ્ય સાથે સંકળાયેલા માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલા તમામ વ્યકિતઓ તેમજ, જીમ, સ્પોર્ટસ સંકુલ, રેસ્ટોરેન્ટ, હોટલ સાથે સંકળાયેલા લોકોઅે તા.30/6 સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા વાણિજ્યિક એકમો, વ્યવસાયો ચાલુ રાખી શકાશે નહી. ભુજ અને ગાંધીધામ શહેર સિવાય સમગ્ર કચ્છમાં તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ ,માર્કેટીંગ યાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર, રેસ્ટોરેન્ટસ, અઠવાડીક ગુજરી/બજાર/હાટતેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિઓ સાથે સંકળાયેલા માલિકો, સંચાલકો, કર્મચારીઓએ તા.10/7 સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા એકમો ચાલુ રાખી શકાશે નહીં, જેમાં જીમ, સ્પોર્ટસ સંકુલ વગેરેનો પણ સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...