તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગુજરાતના ઇતિહાસમાં ટપાલ વિભાગમાં સૌથી મોટા ગણાતા રાવલવાડી પોસ્ટ ઓફિસના કૌભાંડમાં અંદરખાને તપાસ આગળ વધી રહી છે અને એજન્ટે 142 ખાતેદારોની પાસબુક, વાઉચર સહિતના આધારો ન આપતાં ખાતેદારોને નોટિસ પાઠવી વિગતો મંગાવાઇ હોવાનું સત્તાવાર રીતે જાણવા મળી રહ્યું છે. ભુજની રાવલવાડી પોસ્ટ ઓફિસમાં આચરાયેલા કૌભાંડના પડઘા ન માત્ર ગુજરાત પરંતુ દિલ્હી સુધી પડ્યા છે.
ટપાલ વિભાગના અધિક્ષક મહેશ પી. પરમારે વિગતો આપતા જણાવ્યું હતું કે, નિયમોનુસાર ખાતા ખોલાવ્યા બાદ એક વાઉચર પોતાની પાસે અને બીજો જે-તે ખાતેદારને આપી, ખાતેદાર પાસેથી રકમ મેળવતી વખતે તેની બંને વાઉચરમાં તેની તારીખ સાથે એન્ટ્રી કરવાની રહે છે અને પાસબુક 10 દિવસમાં પોસ્ટ ઓફિસમાં જમા કરાવવાની હોય છે. જો કે, માસ્ટર માઇન્ડ સચિન શંકરલાલ ઠક્કર અને પત્ની પ્રજ્ઞા (પોસ્ટના એજન્ટ)એ ખાતેદારો પાસેથી રૂપિયા લીધા બાદ પોસ્ટ ઓફિસમાં જમા ન કરાવી ઓળવી લીધા છે. ઉપરાંત કચેરીના પાસવર્ડ મેળવીને ડેટામાં ચેડા કરી મોટાપાયે ગોબાચારી આચરી છે.
આ પ્રકરણમાં 2009થી ખોલાયેલા ખાતાની પાસબુક, વાઉચર સહિતની વિગતો માટે તપાસ આગળ ધપી રહી છે. 673 ખાતામાંથી 142 ખાતાની પાસબુક, વાઉચર વગેરે મુખ્ય સુત્રધાર સચિન ઠક્કર અને પત્ની પ્રજ્ઞાએ ન આપતાં ટપાલ વિભાગે જે-તે ખાતેદારો પાસેથી વિગતો મેળવવા નોટિસ મારફતે આદેશ કરાયો છે અને શનિવારથી નોટિસની બજવણી કરવામાં આવશે.સૂત્રોનું માનીએ તો મુખ્ય સૂત્રધાર સચિન ઠક્કર લાયન્સ ક્લબ, રોટરી ક્લબ સહિતની સંસ્થાઓ સાથે સંકળાયેલો છે અને નાના ખાતેદારોના નાણાંની ઉચાપત કરી તે નાણામાંથી લોકોને મોંઘાદાટ ફોનની ભેટ પણ આપી છે.
માસ્ટર માઇન્ડના 673માંથી 142 ખાતા બોગસ
સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ આ પ્રકરણ બહાર આવ્યા બાદ આ મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. પ્રજ્ઞા ઠક્કરની એજન્સી મારફતે ખોલાયેલા 673 પૈકી 142 ખાતાઓનો કોઇ રોજમેળ મળતો નથી. વધુમાં આ પૈકીના કોઇ ખાતેદારે ચું કે, ચા નથી કરી, જેથી આ તમામ ખાતાઓ બોગસ હોવાનું કહેવાય છે.
આઇ.ડી. પાસવર્ડનો મુદ્દો હજુ પણ ગુંચવાયેલો જ રહ્યો
જે આઇ.ડી. પાસવર્ડના આધારે ચેડા કરી કૌભાંડ આચરાયું છે તે આઇ.ડી.પાસવર્ડ કોની પાસે હોય છે તે મુદ્દો ગુંચવાયેલો છે. સૂત્રોના મતે તે માત્રને માત્ર ડિવિઝનલ કચેરીના એસ.એ (સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર) પાસે જ હોય છે જો કે, ટપાલ વિભાગના અધિક્ષક મહેશ પી. પરમારે કહ્યું હતું કે, આઇ.ડી. પાસવર્ડ જે-તે સબ પોસ્ટ માસ્ટર પાસે હોય છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.