તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:મીરજાપરમાં વધુ પેસેન્જર ભરવા મુદ્દે તુફાન ચાલક સામે કાર્યવાહી

ભુજ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

જિલ્લામાં કોરોનાના કેસ વકર્યા છે ત્યારે વહીવટી તંત્ર લાલઆંખ કરી છે તો પોલીસ પણ સામાજીક અંતર અને જાહેરનામા અંગે કડક વલણ અપનાવ્યું છે. મીરજાપર રોડ પર તુફાન ગાડીમાં વધારે પેસેન્જર ભરી પરીવહન કરનારા સામે ગુનો નોંધાયો હતો.

મળતી વિગતો મુજબ, મીરજાપર રોડ પર સેન્ડલવુડ પાસે પસાર થઇ રહેલી તુફાન નંબર જીજે 08 વી 9736માં વધુ પેસેન્જર ભરેલા દેખાયા હતા. ચાલક સમીર જુસબભાઇ ક્કલ (રહે. સેજવાળા માતામ,ભુજ)વાળા સામે જાહેરનામા ભંગ તળે ગુનો નોંધી આગળની કાર્યવાહી એ-ડિવિઝન પોલીસે હાથ ધરી હતી. બીજી તરફ, ગઢશીશા ગૌ શાળા પાસે ચેકિંગ વેળાએ આપે કંપનીના છકડો-રોક્ષા નંબર જીજે 12 બીયુ 7372માં મર્યાદા કરતા વધારે પેસેન્જર પરીવહન કરવા બદલ વાલજી શીવજી સંઘાર (રહે. શેરડી, તા. માંડવી)વાળા સામે જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધી ગઢશીશા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

તેરા બસ સ્ટેશન પાસે ચાવાળા સામે ફોજદારી
નલિયા પોલીસ કોરોના મહામારીના જાહેરનામા સંદર્ભે ચેકિંગમાં નીકળી ત્યારે તેરા બસ સ્ટેશન પાસે ઇસ્માઇલ જુસબ મંધરા (રહે. તેરા)પોતાની ચાયની લારીએ ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરતો હોવાનું દેખાતા તેની સામે ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...