કોરોનાવાઈરસ:પશ્ચિમ કચ્છમાં લોકડાઉના ભંગ બદલ 33 સામે કાર્યવાહી

ભુજ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કરોનાના વાયરસને ફેલાતો અટકાવા જાહેર કરાયેલા લોકડાઉનનું અમલી કરણ કરાવાવ પશ્ચિમ કચ્છ પોલીસે શનિવારે હાથ ધરેલી કાર્યવાહીમાં લોકડાઉન હોવા છતા જાહેર નામાનો ભંગ કરનાર કુલ 33 જેટલા સામે 27 ગુના રજીસ્ટર કર્યા હતા જ્યારે 110 વાહનો ડીટેઇન કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સાૈરભ તોલંબિયાનાના માર્ગ દર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં લોકડાઉનું ચુસ્ત પણે પાલન થાય તે હેતુંસર કાર્યવાહી કરવામાં અાવી હતી. જેમાં જિલ્લાના પોલીસ મથકની હદમાં આવતા ગામો અને શહેરમાં કુલ 33 લોકો સામે કાર્યવાહી કરાઇ હતી. જેમાં વાહન અને વાહન વગર બીનજરૂરી આંટાફેરા મારતા 12 જણાઓ,માસ્ક અને સેનેટાઇઝ વગર મળી આવેલા સાત શખ્સો, જાહેર આરોગ્યના જાહેરનામાના ભંગ કરનાર ચાર તેમજ દુકાન કે મોલ ખુલ્લા રાખી, લારી ફેરવી ટોળું ભેગું કરી માસ્કની વ્યવસ્થા ન રાખનારા દસ સહિત 33 જણાઓ સામે ગુના નોંધ્યા હતા. તેમજ 110  જેટલા વાહન ડીટેઇન કરવામાં અાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...