સમસ્યાની ભરમાર:કચ્છમાં મીઠું, સિમેન્ટનું પરિવહન કરતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને સમસ્યાની ભરમાર

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંગઠન પ્રશ્નો ન ઉકેલી શકતાં જિલ્લાના નાના ટ્રાન્સપોર્ટરોનો જ થતો મરો
  • હાજીપીરથી કંપની તરફનો 28 કિ.મી.નો માર્ગ 10 વર્ષથી દયનીય

કચ્છમાં મીઠું અને સિમેન્ટના પરિવહન સાથે સંકળાયેલા ટ્રાન્સપોર્ટરોને અનેક સમસ્યાઅો સતાવી રહી છે. યોગ્ય માર્ગના અભાવે લોકો અોવરલોડ પરિવહન માટે મજબૂર બન્યા છે અને ખુદ સંગઠન જ ટ્રાન્સપોર્ટરોના પ્રશ્નો ઉકેલવામાં િનષ્ફળ જતાં અંતે તો કચ્છના નાના ટ્રાન્સપોર્ટરોનો જ મરો થતો હોવાની રાવ ઉઠી રહી છે.

કચ્છ જિલ્લા ટ્રક અોનર્સ અેસોસિયેશનના પૂર્વ પ્રમુખના પુત્ર અને જાણીતા ટ્રાન્સપોર્ટર બ્રિજરાજસિંહ જાડેજાઅે જણાવ્યું હતું કે, લિગ્નાઇટ પરિવહનમાં જે રીતે ટોકન પ્રથા છે તે રીતે મીઠું, સિમેન્ટના પરિવહનમાં નથી, જેના કારણે કયારેક ગાડી 10 કલાક સુધી કંપનીમાં ઉભી રહે છે અને મોટા ટ્રાન્સપોર્ટરો બારોબાર મીઠું કે, સિમેન્ટ લોડ કરી જતા હોય છે, અાવી પરિસ્થિતિમાં નાના ટ્રાન્સપોર્ટરોને હાલાકી ભોગવવી પડે છે.

સંગઠન દ્વારા પણ અેવી કોઇ વ્યવસ્થા નથી ગોઠવાઇ કે, અેક ટ્રાન્સપોર્ટરની અમુક નિયત સંખ્યામાં જ ટ્રક ભરાશે. કચ્છમાં હાલે મીઠાનું ઉત્પાદન કરતી 3 કંપનીઅો છે, જે પૈકી અાર્ચિયન કંપનીથી હાજીપીર સુધીનો 28 કિ.મી. માર્ગ 10 વર્ષથી કાચો છે, જેના કારણે ટ્રાન્સપોર્ટરોને હાલાકી ભોગવવી પડી રહી છે. વધુમાં સિમેન્ટ કે અન્ય કંપની તરફથી મોટા ટ્રાન્સપોર્ટરોને જીઅેસટીમાં રાહત અપાય છે જયારે નાના ટ્રાન્સપોર્ટરોને ન અપાતાં તેમનો મરો થાય છે. અધુરામાં પૂરું માર્ગના અભાવે ટ્રાન્સપોર્ટરો અોવરલોડ પરિવહન માટે મજબૂર બન્યા છે અને સંગઠનના બની બેઠેલા હોદ્દેદારોઅે પણ જાણે ચુપકિદી સેવી લીધી હોય તેમ લાંબા સમયના પ્રશ્નોનો ઉકેલ અાવતો નથી.

કંપની તરફથી અોછા ભાવે મળી રહેતા ડીઝલને અન્યત્ર વેચાણ વેપલો શરૂ
હાલે ડીઝલના ભાવ લીટરના રૂ.100 નજીક છે, જયારે કંપની દ્વારા રૂ.60ના ભાવે ટ્રક માલિકોને અપાય છે. જો કે, કંપની ભલેને પછી પરિવહન દરમ્યાન રૂપિયા કાપી લેતી હોય પરંતુ ટ્રક માલિકોને અેમ થાય કે, અોછા ભાવે ડીઝલ મળે છે. જો કે, હવે તો અુમક ટ્રકના ડ્રાઇવરો કંપનીમાંથી અોછા ભાવે મળતું ડીઝલ વધુ ભરાવીને અન્યત્ર વેચાણનો વેપલો શરૂ કરી દીધો હોવાનું બહાર અાવ્યું છે.

મિરજાપર પાસે અારટીઅો ચેકિંગના અભાવે અોવરલોડનું દુષણ વધ્યું
તાજેતરમાં શેખપીર પાસેથી મીઠું ભરેલી અોવરલોડ ટ્રકો ઝડપાઇ હતી ત્યારે અેક વાત અેવી પણ અાવી રહી છે કે, જો મીઠું કંડલા બંદરે લઇ જવાતો હોય તો તે તેવી ટ્રકો ભુજ, શેખપીર થઇને જતી હોય છે પરંતુ જો મુન્દ્રા બંદરે જતી હોય તો તેવી ટ્રકો મિરજાપર થઇને જતી હોય છે અને મિરજાપર પાસે અારટીઅોનું ચેકિંગ ન હોઇ અોવરલોડ ટ્રકો બેરોકટોક અહીંથી નીકળી જતી હોવાનું પણ કહેવાય છે.

અન્ય સમાચારો પણ છે...