તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:ગુજરાત ગૌરવ દિન નિમિત્તે યોજાયેલી ત્રણ સ્પર્ધાના વિજેતાઓને રૂા.1.86 લાખના ઈનામો એનાયત

ભુજ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગુજરાત ગૌરવ દિનની ઉજવણી અંતર્ગત રાજય સરકારે વિધાર્થીઓ માટે કોરોના વોરિયર્સ વિષયે ચિત્ર, નિબંધ અને કાવ્ય લેખનની ઓનલાઈન સ્પર્ધાઓ પ્રાથમિક અને માધ્ય. તથા ઉ. માધ્ય. વિભાગો માટે યોજાઈ હતી. દરેક વિભાગમાં પ્રથમ ત્રણ વિજેતા વિદ્યાર્થીઓને કુલ રૂા.1,86,000 પુરસ્કારની રકમના ચેક-ડીડી અને પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ ભુજના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે યોજાયો હતો.

પ્રથમ વિજતાને રૂ.15,000, દ્વિતીયને રૂ.11,000 અને તૃતીયને રૂ.5,000 ઈનામ એનાયત થયાં હતા. ચિત્ર સ્પર્ધાના પ્રાથમિક વિભાગમાં પ્રથમ લાભ ચિત્રોડા (ગાંધીધામ), દ્વિતીય સમીક્ષા વર્મા (આદિપુર) તૃતીય યક્ષ ચૌહાણ (ભુજ), માધ્ય./ઉ. માધ્ય. વિભાગમાં પ્રથમ મિતલ સુથાર (માનકૂવા ), દ્વિતીય ભૌમિ મકવાણા (ભુજ), તૃતીય જય નાકર (ભુજ), કાવ્ય લેખન સ્પર્ધાના પ્રાથમિક વિભાગમાં પ્રથમ પ્રિશા ગઢવી (માધાપર), દ્વિતીય તીર્થ મહેતા (ભુજ), તૃતીય ધર્મ પટેલ (ભુજ), માધ્ય./ઉ. માધ્ય. વિભાગમાં પ્રથમ નમન પંડયા (ભુજ), દ્વિતીય રિદ્ધિ ઠક્કર (ગાંધીધામ), તૃતીય અરબાઝ ખત્રી ( રાપર) અને નિબંધ સ્પર્ધાના પ્રાથમિક વિભાગમાં પ્રથમ પર્વ પરમાર (બાબિયા), દ્વિતીય ઓમશ્રીબા જાડેજા (ગાંધીધામ), તૃતીય હિતાર્થ વ્યાસ (ભુજ), માધ્ય./ઉ. માધ્ય. વિભાગમાં પ્રથમ ઉર્વી ભુવા (સુખપર), દ્વિતીય હસ્તી ઠાકર (ભુજ) અને તૃતીય ધરવ અંતાણી (ભુજ) સન્માનિત થયાં હતાં.

રાજય કક્ષાએ કચ્છના ત્રણ વિદ્યાર્થીઓએ વિજેતા બની જિલ્લાનું નામ રોશન કર્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારી ડો.ભગવાનભાઈ પ્રજાપતિ અને ડાયટના પ્રાચાર્ય હસમુખ ગોરે વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમ સંયોજક વ્યાખ્યાતા સંજય પી. ઠાકરે ઓનલાઈન સ્પર્ધાઓની એન્ટ્રી, તેના મૂલ્યાંકન અને સમગ્ર માળખાંની વિગતો આપી વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા. સ્પર્ધા મૂલ્યાંકન સંયોજક ડો.દક્ષાબેન મહેતા, ડો.રક્ષાબેન ઉપાધ્યાય અને ડો.બિંદુબેન પટેલે આયોજન હાથ ધર્યું હતું. અશ્વિન સુથાર, સમીર ચંદારાણા, ધ્રુવ શુકલ અને કરસન ચૌધરી વ્યવસ્થામાં સહાયરૂપ થયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો