તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવ નિયુક્ત કાર્યપાલકનો કોલ:વરસાદમાં પણ વીજ પુરવઠો ચાલુ રહે તેને અગ્રીમતા અપાશે

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સામાન્ય રીતે વરસાદ પડે કે તરત જ વીજ પુરવઠો ખોરવાઇ જવાની સમસ્યા પેદા થાય છે જેને દૂર કરવા માટે આ મુદ્દે અગ્રીમતા અપાશે તેમ ભુજની વિભાગીય વીજ કચેરીમાં નવનિયુક્ત કાર્યપાલક ઇજનેરે જણાવ્યું હતું.

બે સપ્તાહ પહેલાં જ ચાર્જ સંભાળતાં જ ભુજ અને તાલુકામાં વરસાદ પડ્યો તે વાતને વધાવતાં અમરેલીથી ભુજ મુકાયેલા એક્ઝિક્યૂટિવ એન્જિનિયર એચ. વી. વ્યાસે જણાવ્યું હતું કે, વરસાદના કારણે લાઇનમાં ટ્રિપિંગ સહિતની સમસ્યા ઉદ્દભવે છે તેના પ્રત્યે પૂરતી તકેદારી રાખવામાં આવશે અને ચોમાસા દરમિયાન ભુજ તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાવર કટનો પ્રશ્ન નહિવત્ થાય તે બાબતે અગ્રીમતા આપવામાં આવશે. આ ઉપરાંત નવા સબ સ્ટેશનોની લિંક લાઇન, સરકારની વિવિધ વીજ લક્ષી યોજનાઓનો લાભ અરજદારોને મળે તેની પૂરતી તકેદારી રાખવામાં આવશે. ઘરો પર સોલાર શક્તિથી વીજ ઉત્પન્ન કરવાની સૂર્યા ગુજરાત યોજનાને વેગ આપવાના શક્ય તમામ પ્રયાસ હાથ ધરાશે તેમ નવ નિયુક્ત કાર્યપાલક ઇજનેરે જણાવ્યું હતું. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં જ્યોતિ ગ્રામ અને ખેતીવાડીના ફિડરોમાં પણ નિયમિત વીજ પુરવઠો મળતો રહે તેની તકેદારી પણ રાખવામાં આવશે. ગ્રાહકોને સંતોષકારક વીજ સેવાઓ મળે તે હેતુથી વિભાગીય અને પેટા વિભાગીય કચેરીનો સ્ટાફ ફરજરત છે તેમ તેમણે ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...