કચ્છમાં વરસાદ ખેંચાતા તંત્ર દ્વારા પશુધન માટે તાકીદે ઘાસચારા અને પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી આમ આદમી પાર્ટી દ્વારા કલેકટર સમક્ષ કરવામાં આવી હતી.
કચ્છ જિલ્લો ખેતી અને પશુપાલન પર આધારીત છે હાલમાં વરસાદ ખેંચાઈ જતા માલધારીઓ પરેશાન બની ગયા છે મેઘરાજાની લોકો ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી પશ્ચિમ કચ્છ જિલ્લા દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરાઈ કે,કચ્છના શહેરો ગામડાઓના રસ્તાઓ પર ગાયો આંખલાઓના ટોળેટોળા રખડી રહ્યા છે અને વરસાદ ખેંચાતા અબોલ પશુઓ પાણી અને ઘાસચારા વગર મૂંઝાયેલા કરમાયેલા મુખે નીસાસા મારી રહ્યા છે, આવી ગંભીર પરિસ્થિતિમાં કચ્છના પશુઓ અને માલધારીઓ અને પાંજરાપોળ દયનીય હાલત છે ત્યારે પશુધન માટે ઘાસચારા અને પાણીની વ્યવસ્થા કરી માલધારીઓની હિજરત અટકાવવા માંગણી કરાઈ છે.
આ રજુઆતમાં પ્રમુખ રોહિત ગોર તેમજ રાજેશ પિંડોરિયા,હિરેન આહીર, હિરેન સોરઠીયા,હિરેન હડિયા,જીતેન્દ્ર ચોટારા, ગીરીરાજસિંહ જાડેજા, રાજેશ જબુઆની,વિનોદ ગોર, ઉપેન્દ્રસિંહ જાડેજા,વનરાજસિંહ વાઘેલા, અશ્વિન પિંડોરિયા, દિવ્યરાજસિંહ ચૂડાસમા,ગંગાજી બુચિયા વગેરે જોડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.