• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Pressure Relief Operation Was Carried Out By The Roads And Buildings Department On The Throbbing Tagore Road In Gandhidham

દબાણ ઝુંબેશ:ગાંધીધામના ધબકતા ટાગોરરોડ પર માર્ગ અને મકાન વિભાગ દ્વારા દબાણ હટાવ કામગીરી હાથ ધરાઈ

ભુજ22 દિવસ પહેલા
  • અંદાજિત 120 જેટલા કાચા પાકા દબાણો ખસેડવા 20 કામદારો અને યંત્રો કામે લાગ્યા
  • R&B, સુધારાઈ, પોલીસ તંત્ર સહિતનો કાફલો દબાણ ઝુંબેશમાં જોડાયો

પૂર્વ કચ્છના વિકસિત ગાંધીધામ શહેર ખાતે આજે બે માસના અંતરાલ બાદ ફરી દબાણ હટાવ કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. ટ્રાફિક વ્યવહારથી સતત ધબકતા રહેતા આદિપુર ગાંધીધામ માર્ગ પરના ટાગોર રોડ પર આ અભિયાન માર્ગ અને મકાન વિભાગની આગેવાની હેઠળ પોલીસ બંદોબસ્ત સાથે શરૂ કરવામાં આવ્યું છે. જેમાં સરકારી તંત્રના વિવિધ વિભાગો સાથે રહી કામગીરીને આગળ ધપાવી રહ્યા છે.

ગાંધીધામ શહેરના આદિપુર તરફના લોકોની સતત ચહલપહલ ધરાવતા ટાગોરરોડની આજુ બાજુ રહેલી બહુમૂલ્ય જમીન પર બિન અધિકૃત રીતે કબ્જો જમાવી બેઠેલા ધંધાર્થીઓ , દબાણકારોની કાચી પાકી કેબીનો, લારી ગલ્લાઓ, બાંધકામોને માર્ગ અને મકાન વિભાગની જવાબદારી હેઠળ દૂર ખસેડવામાં આવી રહ્યા છે.જોકે અનેક સ્થળે તંત્રના કર્મચારીઓએ સાથે ઘર્ષણ સર્જાતા પોલીસને દરમ્યાનગીરી કરવી પડી હતી.

દબાણ હટાવ ઝુંબેશની વિગતો આપતા સુધારાઈના દબાણ શાખાના ઇસ્પેક્ટર લોકેન્દ્ર શર્માએ કહ્યું હતું કે, માર્ગ અને મકાન વિભાગની સૂચના હેઠળ આ કામગીરી શરૂ કરવામાં આવી છે. દબાણકારોની આ પહેલા આપેલી નોટિસ બાદ આ કામગીરી શરૂ કરાઇ છે. જેમાં તંત્રના 20 કામદારો, 2 જેસીબી મશીન, 4 ટ્રેકટર અને 1 ડંપરનો ઉપયોગ લેવાઈ રહ્યો છે. માર્ગ મકાન વિભાગના મહેન્દ્ર બલદાનીયા, ઝાલાભાઈ, મેહુલ દાભાની, ચીફ ઓફિસર દર્શનસિંહ ચાવડા, બલરામ પાતરિયા, એ અને બી ડિવિઝન મથકનો પોલીસ સ્ટાફ સહયોગમાં હાજર રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...