તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Pressure On Another 41 Hectares Of Land In Bunny Removed, Encroachment On 8,760 Hectares Of Land From Bunny's 2,49,000 Hectares

કામગીરી:બન્નીમાં વધુ 41 હેક્ટર ભૂમિ પરનું દબાણ હટાવાયું, બન્નીના 2,49,000 હેક્ટર વિસ્તારમાંથી તંત્રના સરવે મુજબ 8,760 હેક્ટર જમીન પર અતિક્રમણ

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વન તંત્ર, મોજણી કચેરી દ્વારા કરાતી સરવેની કામગીરી, અત્યાર સુધી તંત્રઅે 342 હેક્ટર જમીન ખુલ્લી કરાવી

અેન.જી.ટી.ના અાદેશ બાદ હરકતમાં અાવેલા તંત્રઅે બન્નીના ઘાસિયા મેદાનમાં વધુ 10 વાડા દુર કરી 41 હેક્ટર જમીન ખુલ્લી કરી હતી.સાતમ-અાઠમના તહેવારો અગાઉ બન્નીમાં 34 વાડારૂપી દબાણ દુર કરી 272 હેક્ટર જમીન ચરિયાણ માટે ખુલ્લી કરવામાં અાવી છે. શુક્રવારે 3 વાડાની 29 હેક્ટર અને અને શનિવારે ખેતી વિષયક દબાણોના વધુ 10 વાડા દુર કરી તંત્રઅે 41 હેક્ટર જમીન દબાણ મુક્ત કરાવી હતી.

વન વિભાગના બન્નીના ડીસીઅેફના ચાર્જમાં રહેલા અેમ.યુ. જાડેજાઅે જણાવ્યું હતું કે, બન્નીના 2,49,000 હેક્ટર વિસ્તારમાંથી પ્રથમ સરવે દરમ્યાન 8,760 હેક્ટર જમીન પર દબાણ થયું હોવાનું બહાર અાવ્યું હતું, જેના અનુસંધાને અત્યાર સુધી 47 વાડા દુર કરી 342 હેક્ટર જમીન ચરિયાણ માટે દબાણમુક્ત કરાવાઇ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, બીજા રાઉન્ડમાં વન વિભાગ અને વન તંત્ર અને જમીન મોજણી કચેરી (ડી.અાઇ.અેલ.અાર.) દ્વારા સરવેની કામગીરી કરવાનું નિયત કરાયું છે.

મોટાપાયે દબાણ છતાં દબાણકર્તાઅોના નામ જાહેર કરાતા નથી
સૂત્રોના કહેવા મુજબ બન્નીના ઘાસિયા મેદાનમાં અમુક સરકારી કર્મચારીઅો જેવા કે, શિક્ષકો, પોલીસ કર્મચારીઅોઅે જ દબાણ કર્યું છે. તો વળી સરપંચ, ઉપસરપંચ સહિત રાજકીય મોટા માથાઅોઅે પણ દબાણ કર્યું છે ત્યારે હાલે તંત્ર દ્વારા દબાણ હટાવાય છે તો દબાણકર્તાઅોના નામ શું કામ જાહેર કરાતા નથી તેવા સવાલો લોકો દ્વારા ઉઠી રહ્યા છે. અા અંગે બન્નીના ડીસીઅેફના ચાર્જમાં રહેલા અેમ.યુ. જાડેજાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા સરવે કરાયો ત્યારે સ્થાનિકે કોઇ હાજર ન હતું અને સ્થાનિક લોકો પણ દબાણકારોના નામ બોલવા તૈયાર નથી. વધુમાં બન્નીને મહેસૂલી દરજ્જો મળ્યો ન હોઇ સરવે નંબર નથી, જેથી જીપીઅેસથી સરવે કરાયો છે અને ફરીથી દબાણ પ્રવૃત્તિ સામે અાવશે તો જેસીબી, ટ્રેક્ટર સહિતના વાહનો જપ્ત કરી, દબાણકારો સામે લેન્ડ ગ્રેબિંગ અેક્ટ તળે કાર્યવાહી કરાશે.

ભુમાફિયાઅો ફરીથી દબાણ નહીં કરે તેની ખાતરી શું ?
ભુજની સહજીવન સંસ્થાના રમેશ ભટ્ટીઅે જણાવ્યું હતું કે, દબાણ કરનારાઅો મોટા માથાઅો હોવાનું મનાય છે તો તંત્ર દ્વારા હાલે જે સરવે કરાયો છે તે મુજબ કયા ગામની કઇ વ્યક્તિનું કેટલું દબાણ છે અને તે પૈકી કેટલું દબાણ હટ્યું તેની વિગત જાહેર કરવી જોઇઅે. હાલે સરકારી ખર્ચે દબાણ હટાવાય છે પરંતુ અા જ શખ્સો ફરીથી દબાણ નહીં કરે તેની ખાતરી શું ?. મિનિસ્ટ્રી અોફ ફોરેસ્ટ અેન્ડવાયરોમેન્ટની મંજૂરી વિના બન્નીમાં અેક ઇંચ જમીનનો ઉપયોગ કરવો પણ ગુન્હો છે ત્યારે અહીં તો મોટાપાયે દબાણ કરી ખેતી થઇ રહી છે, જેથી અાવા શખ્સોના નામ જાહેર કરી તેમની સામે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન અેક્ટ, ફોરેસ્ટ કન્ઝર્વેટર અેક્ટ તળે ગુનો દાખલ થવો જોઇઅે.

શું કહે છે વન વિભાગના સીસીઅેફ અને કલેક્ટર
અા અંગે ચીફ કન્ઝર્વેટર અોફ ફોરેસ્ટ અનિતા કર્ણનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, દબાણકર્તાઅોના નામ સહિતની વિગત ડીસીઅેફ કચેરીઅેથી મળશે અને નિયત પ્રક્રિયાની સાથે દબાણકારો સામે કાર્યવાહી કરાશે. તો વળી કલેક્ટર પ્રવીણા ડી.કે.નો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, દબાણકારોના નામ સાથે દબાણની વિગત અમારા અને વન તંત્રના રેકર્ડ ઉપર છે અને હાલે દબાણ હટ્યા બાદ ફરીથી કોઇ દબાણ કરશે તો વન તંત્ર તેમની સાથે કાર્યવાહી કરશે.

અન્ય સમાચારો પણ છે...