ગુજરાત પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ દ્વારા માંગ કરવામાં આવી હતી કે ગત ડિસેમ્બર માસમાં જિલ્લા ફેર બદલી કેમ્પ યોજાયો હતો, તેમાં ઘણી શાળાઓ મર્જ થઈ હતી. ત્યારે ધોરણ 1 થી 5ના શિક્ષકોને ધોરણ 6 થી 8માં શિક્ષણ આપવાની કામગીરી સોંપાઈ હતી. માટે ધોરણ 6 થી 8ની વિષયવાર જગ્યાઓ ખાલી હોવાથી 40 ટકા સાથે અથવા જે જગ્યાઓ ખાલી રહેલી છે તેના માટે એક તરફી જિલ્લા ફેર બદલી કેમ્પ કરવામાં આવે તો વર્ષોથી જે શિક્ષકો તેમના ઘર , પરિવાર અને વતનથી દૂર રહેલા છે તેમને લાભ મળી શકે.
તો વર્ગ 2ની સીધી ભરતી માટે પરીક્ષા આપી શકાય તે અંગે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં શિક્ષણ વિભાગના એપ્રિલ 1969ના જાહેરનામાના આધારે રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓના શિક્ષકો શિક્ષણ સેવા વર્ગ 2 માટે પરીક્ષા આપી શકતા હતા, પરંતુ જૂન 2017 અને જુલાઈ 2019ના જાહેરનામા અનુસાર સીધી ભરતી માટેની પરીક્ષા આપી શકતા નથી. ત્યારે સેવા આયોગ દ્વારા સંભવિત ભરતી પરીક્ષાનો લાભ શિક્ષણાધિકારીઓ પણ લઈ શકે તે માટે મંજરી મળવા અંગે મહાસંઘ દ્વારા રજુઆત કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.