15મી ઓગસ્ટ 2021 આઝાદીનાં 75માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે કચ્છ જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ શિક્ષણમંત્રી ભુપેંદ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં આર. આર .લાલન કોલેજ , ભુજ ખાતે યોજાશ .જે સંદર્ભે આજરોજ આર .આર .લાલન કોલેજ ગ્રાઉન્ડ ખાતે પુર્વ તૈયારીનું રિહર્સલ યોજાયું હતું. આ તકે પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘે રાષ્ટ્રીય ધ્વજને સલામી અર્પી હતી તેમજ પ્લાટુન પરેડનું નિરીક્ષણ કર્યું હતું.
સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ તૈયારીના રિહર્સલમાં જિલ્લા કલેકટર પ્રવિણા ડી. કે. ,જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, નિવાસી અધિક જિલ્લા કલેકટર કુલદીપ સિંહ ઝાલા, ભુજ પ્રાંત અધિકારી અતિરાગ ચપલોત, ડીવાયએસપી જે. એન. પંચાલ ,માર્ગ અને મકાન વિભાગના ઇજનેર પંચાલ, ડિઝાસ્ટર મામલતદાર સી.આર. પ્રજાપતિ, ભુજ ગ્રામ્ય મામલતદાર વિવેક બારહટ ,જીલ્લા શિક્ષણાઅધિકારી ડો. બી.એન.પ્રજાપતિ , ભુજ નગરપાલિકા ચીફ ઓફિસ મનોજ સોલંકી તેમજ પ્લાટુન કમાન્ડર ચૌહાણ તેમજ જવાનો આ તકે ઉત્સાહભેર હાજર રહ્યા હતા .
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.