તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવો પડકાર:કચ્છમાં પણ મ્યુકોરમાઇકોસિસના દર્દી જોવા મળતા ભુજની જી.કે જનરલ હોસ્પિટલમાં અલગ વોર્ડની તૈયારી શરૂ.

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના પહેલા ગંભીર બીમારી ધરાવતા દર્દીઓમાં મ્યુકોરમાઇકોસિસ રોગ કચ્છમાં જોવા મળ્યો હતો

જીવલેણ બીમારી મ્યુકોરમાઇકોસિસના અંદાજિત 20 થી 25 દર્દી કચ્છ જિલ્લામાં સારવાર લઈ રહ્યાનું સામે આવતા સમગ્ર જિલ્લામાં ચિંતા ફેલાઈ છે. જો કે તેના ઈલાજ માટે ભુજની અદાણી સંચાલિત જી.કે.જનરલ સરકરી હોસ્પિટલમાં અલગ સારવાર વોર્ડની તૈયારી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

મ્યુકોરમાઇકોસિસ બિમાર અંગે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલના ચીફ મેડિકલ સુપ્રી. ડો નરેન્દ્રભાઈ હીરાણીએ જણાવ્યું હતું કે હાલ જી.કે.માં બે દર્દી આ ગંભીર બીમારીની સારવાર લઇ રહ્યા છે. જેમાં એક પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે. જેમની કોવિડ વોર્ડમાં સારવાર ચાલી રહી છે.

આગળ વાત કરતા ડો. હીરાણીએ કહ્યું હતું કે આ રોગ નવો નથી. કોરોના મહામારી પહેલા પણ તે કચ્છ જિલ્લામાં સામે આવી ચુક્યો છે. ખાસ કરીને આ બીમારી ડાયાબીટીસ ધરાવતા અને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવી હોય, કેન્સરની ટ્રીટમેન્ટ લીધી હોય તથા કોઈ અકસ્માતમાં મોટી સર્જરી કરાવી હોય ,એવા દર્દીને જલ્દી લાગુ પડવાની સંભાવના રહેલી છે. તેમજ જેમણે ટીસીબીઝુમેબ અને ઇટોલીઝુમેબની પેચીદી સારવાર લીધી હોય તેમને મ્યુકોરમાઇકોસિસ બીમારી લાગુ પડી શકે છે.

કોરોના દર્દીઓમાં જે ગંભીર બીમારી ધરાવતા દર્દીઓએ કોવિડની આઇસીયું કે વેન્ટીલેટર ઓર લાંબી સારવાર લીધી હોય, મોટા ભાગે એવા લોકોને 10 થી 15 દિવસમાં આ બીમારી લાગુ પડતી હોય છે. જેની સારવાર માટેના ઈન્જેકશન મોંઘા આવતા હોવાથી અમે સરકાર પાસે તેની મંગણી કરી છે. અત્યારે જિલ્લામાં 20 થી 25 જેટલા સક્રિય દર્દી હોવાનું જાણવા મળ્યું છે. આ દર્દીઓના જીવ બચાવવા ખૂબ મુશ્કેલ હોય છે. જો શરૂઆતના તબક્કામાં મ્યુકોરમાઇકોસિસના લક્ષણો પ્રત્યે ખબર પડી જાય તો દર્દીની સારવારથી જીવ બચી શકે છે.

અન્ય સમાચારો પણ છે...