તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતીય કિસાન સંઘની બેઠકમાં રૂપરેખા ઘડાઇ:નર્મદાના વધારાના નીર માટે જલદ વિરોધની તૈયારી શરૂ

ભુજ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 31 માર્ચ સુધી સરકારને અપાઇ હતી મહેતલ

કચ્છમાં નર્મદાના વધારાના પાણીના કામો માટે સૈધ્ધાંતિક મંજૂરી આપવા અને જરૂરી રકમ ફાળવવા માટે ભારતીય કિસાન સંઘ દ્વારા રાજ્ય સરકારને 31 માર્ચ સુધીની મહેતલ અપાઇ હતી. દરમિયાન આ માગણીઓ વિશે કોઇ સકારાત્મક પ્રતિસાદ ન સાંપડતાં આગામી સમયમાં કેવું વિરોધ પ્રદર્શન કરવું તેની રૂપરેખા ઘડવા માટે માનકુવા પાસે આવેલા વિચેશ્વર મંદિરે વિશેષ કારોબારી યોજાઇ હતી.

જિલ્લા પ્રમુખ શિવજી બરાડિયાના અધ્યક્ષ સ્થાને આયોજિત બેઠકમાં ઉપસ્થિત જિલ્લા અને તાલુકા કારોબારીના સભ્યોએ સરકાર દ્વારા નર્મદા મુદ્દે દાખવાઇ રહેલાં વલણ સામે રોષ વ્યક્ત કરાયો હતો. વધારાના પાણી માટે અવાર નવાર રજૂઆતો કરવા છતાં કચ્છ પ્રત્યે ઓરમાયું વર્તન થઇ રહ્યું હોય તેમ આખરી મહેતલ બાદ પણ સકારાત્મક પગલા ભરાયા નથી ત્યારે આગામી સમયમાં જલદ કાર્યક્રમો આપવા સર્વાનુમતે ઠરાવ કરાયો હતો.

વિરોધ પ્રદર્શનમાં દરેક તાલુકામાંથી મોટી સંખ્યામાં કાર્યકરો જોડાશે તેવી તાલુકા પ્રમુખોએ બાંહેધરી આપી હતી. પૂર્વ પ્રમુખ માવજી જાટિયા, શામજી મ્યાત્રા, હંસરાજ કેસરાણી, ડાયભાઇ રૂડાણી, વાલજી લિંબાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમ જિલ્લા મંત્રી ભીમજી કેરાસિયાની યાદીમાં જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો