તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રિમોન્સુન કામગીરી:દેશલપર (વાંઢાય) પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા પ્રિમોન્સુન કામગીરી શરૂ

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોટા તળાવો અને ખેત તલાવડીમાં ગમ્બુશીયા માછલીઓ મુકાઈ

દેશલપર (વાં.) પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પાંચ સબ સેન્ટર વિસ્તારમાં મલ્ટી પરપઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, આશા બહેનો દ્વારા મુખ્ય જિ.આ. અધિકારી ડો.માઢક અને તાલુકા હેલ્થ ઓફિસર ડો.ગાલાના માર્ગદર્શન હેઠળ કોરોનાની કામગીરી સાથે ઘરે ઘરે ફરીને પોરાનાશક કામગીરી હાથ ધરાઇ છે. પી.એચ.સી.ના સુપરવાઇઝર અજીતસિંહ વાઘેલા અને મેડિકલ ઓફિસરોની ફિલ્ડ વિઝિટ દરમિયાન પ્લાસ્ટિક, અન્ય ભંગાર અથવા ખુલ્લી જગ્યામાં પાણી ભરાય તેવા સામાન રાખતા હોય તેવા લોકો અને વેપારીઓને ત્યાં મચ્છર ઉત્પત્તિ સ્થાન જોવા મળશે તો કાયદાકીય રીતે નોટિસ અપાશે.

ટાયરની દુકાનોના માલિકોને પણ મચ્છર ઉત્પત્તિ અટકાવવાની સમજ અપાઇ હતી. વસનભાઈ બંગાળ તથા અંકિતભાઈ ખાંભડે લોકોમાં જાગૃતિ આવે તે માટે પોસ્ટર, માઇક પ્રચાર તથા પેમ્પલેટ વિતરણ કરી મલેરિયાથી બચવાના ઉપાયની સમજ આપી હતી. ગામના મોટા તળાવો તેમજ ખેત તલાવડીમાં ગમ્બુશીયા માછલીઓ પણ મુકાઈ રહી છે. આ કામગીરી જિલ્લા મલેરિયા અધિકારી પ્રકાશભાઈ દુર્ગાણી તેમજ જિલ્લા મલેરિયા સુપરવાઇઝર જયેશભાઇ ભાનુશાલીની દેખરેખ હેઠળ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...