દેવાલયોમાં રોશનીનો ઝગમગાટ:ભુજ જિલ્લાભરના મંદિરોમાં દિવાળી પૂર્વે પ્રકાશનો શણગાર કરાયો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નારાયણ સરોવર - Divya Bhaskar
નારાયણ સરોવર

આજે મહાપર્વ દિવાળીનો તહેવાર છે, ત્યારે જિલ્લાના તમામ દેવાલયોમાં રોશનીનો ઝગમગાટ જોવા મળી રહ્યો છે. છેવાડાના નારાયણ સરોવરમાં આવેલા ત્રિવિક્રમરાય મંદિરમાં આકર્ષક રોશની કરવામાં આવી છે. આ સાથે અહીં આવેલા જુદા-જુદા સાત મંદિરોમાં પણ શણગાર કરાયો છે.

આ તમામ કાર્યો ગાદિપતિ સોનલલાલજી મહારાજના નેજા હેઠળ થઇ રહ્યા છે. તો કોટેશ્વરના નવા મંદિર ખાતે પણ રંગબેરંગી રોશનીનો ઝગમગાટ જોવા મળી રહ્યો છે.

પિયોણી મહાદેવ
પિયોણી મહાદેવ

આ તરફ અબડાસા તાલુકાના નિલકંઠ આશ્રમ ખાતેના પિયોણી મહાદેવ મંદિરે પણ પ્રકાશપર્વ નિમિતે દીવાબત્તીવાળી શોભા વધારવામાં આવી છે. આ ઉપરાંત તમામ ગામડાંઓ અને શહેરોમાં આવેલા નાના-મોટા દેવસ્થાનોમાં પણ શણગાર કરવામાં આવ્યા છે. (તસવીર : નયન જોષી, પિયુષ જોષી)

અન્ય સમાચારો પણ છે...