તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:મરઘીના ધંધાર્થીએ નાણા ઉધાર લીધા: વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પીધી

ભુજ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

માધાપરની ગેરેજમાં વાયરીંગનો કામ કરતા યુવાને બે વર્ષ પૂર્વે મરઘીનો ધંધો શરૂ કર્યો હતો જેમાં નુકસાની આવ્યા છતાંય ટકી રહેવા માટે નાણા વ્યાજે લીધા હતા, નાણા ભરપાઇ ન થતા અને વ્યાજ માટે બળજબરી થતા ઝેરી દવા ગટગટાવી હતી. માધાપરમાં રહેતો સાહીલ ઇશાક ચૌહાણે બે વર્ષ પૂર્વે મરઘીનો ધંધો કર્યો હતો જેમાં નુકસાની આવી હતી તેમ છતાંય ટકી રહેવા માટે માધાપરના નુરમામદ ઉર્ફે કારો મોગલ, સાહીલ અને સાહીમ તેમજ શોકત, આશીફ અને ઝોહેર રમજાન લુહાર પાસેથી રૂપીયા વ્યાજે લીધા હતા. નુરમામદ પાસેથી 10 ટકે એક લાખ રૂપીયા અને શોકત લુહાર પાસેથી 20 ટકે 70 હજાર લીધા હતા. રૂપીયા આપી દીધા હોવા છતાય માગણી કરતા ઝેરી દવા ગટગટાવી હતી જેથી સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બી-ડિવીઝન પોલીસ મથકે છ સામે ફોજદારી નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...