તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાવલવાડી પોસ્ટ ઓફિસના બચતકારોના રૂા. 8.25 કરોડ ઓળવી જવાના ચકચારી કૌભાંડમાં જિલ્લા બહારથી વીજીલન્સની વધુ એક ટીમ સોમવારે ભુજ આવી પહોંચી હતી અને દિવસભર બંધબારણે છાનબીન આદરી હતી. કચ્છના ટપાલ વિભાગ દ્વારા સત્તાવાર રીતે કોઇ માહિતી બહાર આવી નથી, પરંતુ માહિતગાર સૂત્રોનું માનીએ તો કાૈભાંડના સુત્રધાર સચિન ઠક્કરે 2005માં દીનદયાલ નગર પોસ્ટ ઓફિસમાં કરેલી રૂા. 1.50 કરોડની કથિત ઉપાચતની તપાસ પણ આદરી છે. આક્ષેપ એવો છે કે, સચિને જે તે વખતે ઉચાપત કર્યા પછી મામલો દબાવી દેવાયો હતો.
કેટલાક ખાતેદારોને નાણા પરત ચૂકવી દેવાતાં અને તંત્રે ઢાંકળી છોડાનું વલણ અપનાવતાં જે તે વખતે ન તો ફોજદારી ફરિયાદ થઇ હતી, કે પોસ્ટ વિભાગે સચિનનું લાયસન્સ રદ્દ કર્યું હતું. સંભવત : આજ કારણે એજન્ટ પતિ સચિનની હિંમત ખુલી ગઇ હતી અને છેલ્લા પાંચ-સાત વર્ષથી રાવલવાડી ટપાલ કચેરીમાં પણ ગમે તે રીતે લોગઇન પાસવર્ડ મેળવી રિકરીંગ અને સેવિંગ ખાતાની રમનો જે તે ખાતેદારના એકાઉન્ટમાં જમા કરવાને બદલે ખીસ્સામાં સેરવી હતી. સોમવારે આવેલી ટુકડી આ બન્ને પ્રકરણની તપાસ કરી રહી છે અને તેમાં વધુ દસ્તાવેજો, આધાર પુરાવા હાથ લાગ્યા બાદ કદાચિત બીજી ફોજદારી ફરિયાદ નોંધાશે.
પોલીસ તપાસમાં પ્રગતિ નહીં, સુત્રધાર હજુયે ફરાર ભુજ સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ચાર વ્યક્તિ વિરૂદ્ધ રૂા. 34.58 લાખની છેતરપિંડીની ફરિયાદ તા. 10મી ફેબ્રુઆરીના નોંધાયા પછી વિશેષ કોઇ પ્રગતિ થઇ નથી. આર્થિક ગુનાઓમાં તાત્કાલિક ધરપકડ થતી નથી હોતી પરંતુ નિવેદનોના દોર સિવાય વિશેષ કોઇ કાર્યવાહી થઇ ન હોવાનું જણાઇ રહ્યું છે. એટલું જ નહીં, બંગલો તાળાં દઇને નાસી છૂટેલા એજન્ટ દંપતિ પ્રજ્ઞા ઠક્કર અને સચિન ઠક્કરનો નાનો સુરાગ પણ મળ્યો નથી. પરિણામે પોતાની મહામુલી બચત ગુમાવનારા પોસ્ટ ખાતેદારોમાં ઉચાર વધી રહ્યો છે. બીજી બાજુ બદલી પામેલા જિલ્લા ટપાલ અધિક્ષકે સીબીઆઇ તપાસનો સંકેત આપ્યો હતો પરંતુ તે દિશામાંયે કંઇ ન થતાં ભોગગ્રસ્તો નિરાશ થઇ રહ્યા છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.