શિક્ષણ:અનુસ્નાતક કક્ષાની પરીક્ષા જુલાઇના પ્રથમ સપ્તાહમાં

ભુજ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેમેસ્ટર 2-4ના 14 હજાર છાત્રોને પ્રમોશન
  • સેમ. 6ના છાત્રોની પરીક્ષા અોનલાઇન-અોફલાઇન વિકલ્પથી લેવાશે

રાજય સરકારે કોરોના મહામારીની સ્થિતિને ધ્યાને લઇ તમાર સરકારી અને ખાનગી યુનિવર્સિટીમાં ઇન્ટરમિડિયટ સેમેસ્ટરના છાત્રોને મેરિટ બેઈઝ પ્રમોશન અાપવાની જાહેરાત કરી હતી. કચ્છ યુનિવર્સિટીના 14 હજારથી વધુ છાત્રોને મેરીટ બેઈજ પ્રમોશન અપાશે જયારે અનુસ્નાતક કક્ષાના છાત્રોની પરીક્ષા સંભવત: જુલાઇ માસના પ્રથમ સપ્તાહમાં લેવાશે.

કચ્છ યુનિવર્સિટીના વાણિજય, વિનિયન અને વિજ્ઞાન-વિદ્યાશાખાના સેમેસ્ટર 2 અને 4ના છાત્રોને મેરિટ બેઈઝડ પ્રમોશન અાપવાનો નિર્ણય લેવાયો છે જેમાં 14 હજાર છાત્રોનો સમાવેશ થાય છે. સ્નાતક કક્ષાના સેમેસ્ટર 6 અને અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઅોની પરીક્ષા અોનલાઇન કે અોફલાઇન વિકલ્પથી લેવામાં અાવશે. રાજય સરકારના નિર્ણય બાદ કચ્છ યુનિવર્સિટીમાં બેઠક મળી હતી જેમાં સેમેસ્ટ 2-4ના છાત્રોને પ્રમોશન અાપવાનો નિર્ણય લેવાયો હતો જેમાં 14 હજાર છાત્રોનો સમાવેશ થયો છે. તો બાકીના સેમેસ્ટ 6 અને અનુસ્નાતક કક્ષાના છાત્રોની પરીક્ષા સંભવત જુલાઇ માસના પ્રથમ-બીજા સપ્તાહમાં લેવામાં અાવશે તેવુ યુનિ.ના સુત્રોઅે જણાવ્યું હતું.

નોંધનીય છે કે, ગત વર્ષે પણ પ્રમોશ અાપવામાં અાવ્યું હતુ તેવા છાત્રોને અેટીકેટી અાવી છે તો અા વર્ષે પણ પ્રમોશનમાં તેમને અેટીકેટી અાવે તે સ્વાભાવિક છે. અાંતરીક મુલ્યાંકનના 50 ટકા અને અગાઉના સેમેસ્ટરના 50 ગુણના અાધારે ટકાવારી ગણી પ્રમોશન અાપવામાં અાવશે જેથી અમુક છાત્રોની મહેનત પર પાણી ફરી વળે તેમ છે. અેટીકેટીના પ્રશ્ન અંગે કચ્છ યુનિવર્સિટી તરફથી કોઇ યોગ્ય નિર્ણય લઇ વિદ્યાર્થીઅો સમક્ષ મુકવામાં અાવે જેથી તેમની મુંઝવણ દુર થઇ શકે.

અન્ય સમાચારો પણ છે...