તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૌભાંડ:રાવલવાડી પોસ્ટના કૌભાંડમાં CBI તપાસ કરે તેવી શક્યતા, કચ્છ આવેલા પોસ્ટ માસ્ટર જનરલનો ખુલાસો

ભુજએક મહિનો પહેલા
 • કૉપી લિંક

જેની લાંબા સમયથી ચર્ચા થાય છે તેવા ભુજ રાવલવાડી સ્થિત મહિલા પોસ્ટ ઓફીસના કથીત કૌભાંડ મામલે આજે કચ્છ આવેલા સૌરાષ્ટ્ર કચ્છ રીઝનના પોસ્ટ માસ્ટર જનરલ રાકેશકુમારે સત્તાવાર ખુલાસો કર્યો છે. પોસ્ટ વિભાગે કરેલી પ્રાથમીક તપાસ પછી કૌભાંડ 8 કરોડ રૂપીયાથી વધુનુ છે. અને પુરાવા એકત્ર કર્યા બાદ એજન્ટ અને પોસ્ટ ઓફીસમાં સંડોવાયેલ કર્મચારી સામે પોલિસ ફરીયાદ નોંધાવાશે તેવુ આજે કચ્છ આવેલા રાકેશકુમારે જણાવ્યુ હતુ. રાકેશકુમારે આ અંગે CBI તપાસ માટે ભલામણ કરાઇ હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.

કૌભાંડનો આંક વધવાની શક્યતા છે અને સ્થાનીક વડી કચેરીનાજ અધિકારીઓ આ મામલે તપાસ કરી રહ્યા છે. આજે કચ્છમાં 4 પોસ્ટલ કવરના લોન્ચીંગ માટે પધારેલા રાકેશકુમારે આ મામલાને ખુબ ગંભીર ગણાવ્યો હતો અને પ્રાથમીક તપાસ પછી જેની સામે આક્ષેપ છે તેવા મહિલા એજન્ટ પ્રજ્ઞા સચિન ઠક્કર તથા અન્ય તેની સાથે સંડોવાયેલ કર્મચારીની પ્રાથમીક સંડોવણી અંગે તેઓએ કબુલાત કરી હતી.

રાકેશકુમારે જણાવ્યુ હતુ કે એકલા એજન્ટના હાથે આ થાય તે શક્ય નથી તેથી અંદરના કોઇ કર્મચારીની સંડોવણી સંભવ છે. પરંતુ તપાસની હિતમાં કઇ રીતે કૌભાંડ આચરાયુ તે કહેવુ હિતાવહ નથી પોલિસ ફરીયાદ એક સપ્તાહની અંદર થાય તેવા પ્રયાસો છે. અને જે માટે પુરતા પુરાવા એકત્ર થઇ રહ્યા છે. પરંતુ પોસ્ટ વિભાગ ઇચ્છે છે કે જે રીતે સીસ્ટમનો દુરઉપયોગ થયો છે. તે ગંભીર બાબત છે. અને તેથી CBI તપાસ થાય તે માટે તેઓએ ભલામણ કરી છે. અને તેથીજ પોલિસ ફરીયાદમાં વિલંબ પર કરાઇ રહ્યો છે. ટુંક સમયમાં સંપુર્ણ વિગતો સામે આવશે અને જેની સંડોવણી હશે તેની સામે કાર્યવાહી થશે પરંતુ પ્રથમ પ્રયાસ પોસ્ટ વિભાગનો નાણા પરત મેળવવાનો છે જે માટે કાર્યવાહી ચાલુ છે.

કચ્છની પોસ્ટ ઓફીસમાં અત્યાર સુધીની સૌથી મોટી નાણાકીય ગેરરીતીમાં પ્રાથમીક તપાસ પછી 8 કરોડની રકમનો આંક સામે આવ્યો છે. પરંતુ કદાચ તેનાથી વધુના કૌભાંડની શક્યતા નકારી ન શકાય જો કે પાછાલા દિવસોમા ચર્ચા પછી પોસ્ટ વિભાગના અધિકારીએ CBI તપાસ માટે કરેલી ભલામણ ધણુ બધુ કહી જાય છે. જો કે મહિલા એજન્ટ,કર્મચારી સાથે પડદા પાછળના અન્ય ભેજાબાજની સંડોવણી પણ નક્કારી ન શકાય તેવામાં પોસ્ટ માસ્ટર જનરલના નિવેદન પછી હવે ટુંક સમયમાં આ મામલે મોટા ખુલાસા થાય તેવુ સ્પષ્ટ લાગી રહ્યુ છે.

કૌભાંડમાં જે-તે વખતે કાર્યવાહી કેમ ન કરાઇ ?
એજન્ટ અને પોસ્ટ માસ્તરની મીલીભગતથી લાંબ સમયથી આ ગેરરીતિ આચરવામાં આવતી હતી એમ કચ્છ-રાજકોટ રિજિયનના પીએમજીએ જણાવ્યું હતું, જો કે, જો આ કૌભાંડ લાંબા સમયથી ચાલતો હતો, તો જે-તે વખતે શું કામ કોઇ કાર્યવાહી ન કરાઇ તે એક પ્રશ્ન છે.

રકમ મોટી હોઇ રિકવરીને અગ્રતા
છેલ્લા લાંબા સમયથી ચાલતી ગેરરીતિ મુદ્દે અત્યાર સુધી ટપાલવિભાગ દ્વારા ઢાંક પીછોડો જ કરવામાં આવ્યો છે જો કે, મંગળવારે આવેલા પીએમજીએ કહ્યું હતું કે, રકમનો આંક મોટો હોઇ પ્રારંભિક તબક્કે રિકવરીને જ અગ્રતાક્રમ આપવામાં આવ્યો છે.

અત્યાર સુધીની તપાસમાં શું બહાર આવ્યું ? : નો કોમેન્ટ
પી.એમ.જી.એ કહ્યું હતું કે, સ્થાનિક ટપાલ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને જરૂર જણાશે તો રિજિયન કક્ષાએથી અધિકારીઓ આવશે. જો કે, આ કૌભાંડ માધ્યમોમાં ચમક્યાને અંદાજે 15થી વધુ દિવસ થઇ ગયા છે તેમ છતાં અત્યાર સુધી તપાસમાં શું બહાર આવ્યું તે અંગે તેમણે મૌન સેવી લીધું હતું.

રકમ પરત નહીં મળે તો સ્ટાફ પાસેથી રિકવરી થશે
​​​​​​​વિશ્વસનીય સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ પી.એમ.જી રાકેશકુમારે શહેરને હેડ પોસ્ટઓફિસ ખાતેના કાર્યક્રમ બાદ ટપાલ વિભાગના સ્ટાફ સાથે બેઠક યોજી હતી. રાત્રે 10 વાગ્યા સુધી ચાલેલી આ બેઠકમાં કહ્યું હતું કે, લાગતા-વળગતાઓ થકી રકમની રિકવરી કરો નહીં તો સી.બી.આઇ. તપાસ થશે. વધુમાં એવી પણ તાકીદ કરી હતી કે, રકમ નહીં મળે તો સ્ટાફ પાસેથી રકમની રિકવરી થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો