તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:ભુજ શહેર અને તાલુકામાં 12 સહિત જિલ્લામાં નવા 19 કોરોના પોઝિટિવ

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • શહેરોમાં 9 અને ગામડામાં 10 કેસ નોંધાયા
 • અર્ધ શતક, 6 સાજા, સક્રિય દર્દીનો આંક 153 પર પહોંચ્યો

કચ્છમાં ગુરુવારે કોરોનાના 19 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં શહેરોના 9માંથી અંજારમાં 1, ગાંધીધામમાં 2 અને ભુજ શહેરમાં 6 કેસનો સમાવેશ થાય છે. જ્યારે ગામડાના 10માંથી તાલુકા મુજબ ભુજના 6, માંડવીના 1 અને મુન્દ્રાના 3 દર્દીનો સમાવેશ થાય છે. જોકે, 6 દર્દી સાજા થઈ ગયા છે. પરંતુ, સારવાર હેઠળના દર્દીઅોનો અાંકડો વધીને 153 ઉપર પહોંચી ગયો છે.કચ્છ જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલા કુલ 4905 પોઝિટિવ દર્દીમાંથી હજુ સુધી કુલ 4640 દર્દી સાજા થઈ ગયા છે.

પરંતુ, કોરોનાની બીજી લહેર શરૂ થઈ હોય અેમ ફરી દરરોજ પોઝિટિવ દર્દીઅોનો અાંક વધુને વધુ વધતો અને ઉમેરાતો જાય છે. સામે સાજા થનારા દર્દીઅોની સંખ્યા અોછી હોય છે, જેથી સારવાર હેઠળના દર્દીઅોની સંખ્યામાં વધારો થઈ ગયો છે. ચૂંટણી સમયે રાજકારણીઅો દ્વારા કોરોનાની માર્ગદર્શિકાનો ભંગ થતો અટકાવી ન શકેલા પોલીસ સહિતના સરકારી બાબુઅો હવે સામાન્ય લોકોને દંડ ફટકારવા નીકળ્યા છે. જે ટિકાનું કારણ બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો