સમસ્યા:ઉમેદનગરથી ક્રિષ્નાજી પુલ સુધી ફૂટપાથના કામમાં નબળી ગુણવત્તા

ભુજ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડોકટરનું પોસ્ટમોર્ટમ, પોલ ખોલતા ‘આપ’ના વીડિયોએ શહેરમાં જગાવી ચર્ચા
  • રેતી, કાંકરી અને સિમેન્ટનું પ્રમાણ ન જાળવતા ભ્રષ્ટાચાર આચરાયાની આશંકા

ભુજ નગરપાલિકાઅે અમૃત યોજના હેઠળ 1.80 કરોડના ખર્ચે ઉમેદનગરથી ક્રિષ્નાજી પુલ સુધી ફૂટપાથનું કામ શરૂ કર્યું છે, જેમાં રેતી, કાંકરી અને સિમેન્ટનું યોગ્ય પ્રમાણ ન જાળવતા ભ્રષ્ટચારની અાશંકા વ્યક્ત કરતો અામ અાદમી પાર્ટીના કાર્યકરે વીડિયો વાયરલ કર્યો છે. જે શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. ભુજ નગરપાલિકાઅે હમીરસરના બ્યૂટીફિકેશનનું કામ શરૂ કર્યું હતું, જેમાં ફૂટપાથમાં બેઠક વ્યવસ્થા સહિતની કામગીરી થવાની હતી. પરંતુ, વોટર બોડીમાં બાંધકામ મુદ્દે જાહેરહિતની અરજી થઈ હતી, જેથી સમગ્ર કામગીરી પડતી મૂકાઈ હતી.

ત્યારબાદ હાલ અમૃત યોજના હેઠળ ઉમેદનગરથી છેક ક્રિષ્નાજી પુલ સુધી ફૂટપાથ અને ફૂટપાથમાં બેઠક વ્યવસ્થા સહિતનું કામ શરૂ કરી દેવાયું છે. જોકે, તેમા વપરાતા સિમેન્ટના બ્લોકની નબળી ગુણવતા ઉપરાંત રેતી, કાંકરી અને સિમેન્ટના યોગ્ય પ્રમાણ ન જળવાયાની સાબિત અાપતો વીડિયો અામ અાદમી પાર્ટીના કાર્યકર ડો. નેહલ વૈદ્યઅે વાયરલ કર્યો છે, જેમાં કન્સ્ટ્રકશન કામ સાથે સંકળાયેલી વ્યક્તિને સાથે રાખીને લાઈવ પોસ્ટમોર્ટમ બતાવાયું છે.

ડાળખીથી સિમેન્ટના બ્લોક ખોતરાઈ ગયા
પોસ્ટમોર્ટમ કરતા લાઈવ વીડિયોમાં કન્સ્ટ્રકશનનું કામ કરતી અેક વ્યક્તિ સિમેન્ટના બ્લોકના જથ્થા પાસે જાય છે અને નબળી ડાળખીથી સિમેન્ટનો બ્લોક સહજતાથી ખોતરી બતાવી કહે છે કે, અામ, રેતી અને કાંકરી છે. પરંતુ, સિમેન્ટનું યોગ્ય પ્રમાણ નથી. ભુજ નગરપાલિકાના અધિકારીઅો અને પદાધિકારીઅો અાવા કામ કેમ ચલાવી લે છે અે તો ઠીક પણ ભુજની પ્રજા કેમ ચલાવી લે છે અે પણ અેક ન સમજાય અેવી વાત છે.

અમૃતના ઈજનેરને દેખરેખને બદલે કામ સોંપી દેવાયું
ભુજ નગરપાલિકામાં બાંધકામ શાખા છે, જેમાં અમૃત યોજના હેઠળ થતા કામનું નિરીક્ષણ કરવા સરકારે ઈજનેર મોકલ્યો છે. જેને માત્ર સુપરવિઝન કરવાનું હોય છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભુજ નગરપાલિકાઅે ઈજનેરને દેખરેખને બદલે તમામ કામ સોંપી દીધું છે. અામ, પહેલી ગેરરીતિ જ ત્યાંથી શરૂ થઈ ગઈ છે, જેથી અધિકારીઅો અને પદાધિકારીઅો શંકાના દાયરામાં અાવી જાય છે.

અન્ય સમાચારો પણ છે...