ગ્રામસંગ્રામમાં જાહેર પ્રચાર બંધ:હવે ખાટલા બેઠક સાથે મનામણા, 6941 અધિકારી, કર્મચારીઓ જોતરાયા, આજે પોલિંગ સ્ટાફ 1299 મતપેટીઓ સાથે થશે રવાના

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 361 ગ્રામપંચાયતોના 6,71,350 મતદારો ઉમેદવારોનું નક્કી કરશે ભાવિ
  • 344 સરપંચ અને સભ્યની 2125 બેઠકો માટે રવિવારે થશે મતદાન
  • 903 મત કેન્દ્રોમાંથી 285 સંવેદનશીલ, 24 અતિ સંવેદનશીલમાં વધુ તકેદારી

ગ્રામપંચાયતની સામાન્ય ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે અને શુક્રવારે સાંજે પ્રચારના ભુંગળા બંધ થવાની સાથે હવે સરપંચ, સભ્યપદના ઉમેદવારોઅે મતદારોને મનાવવા માટે ખાટલા બેઠકો શરૂ કરી દીધી છે. ઉદ્યોગો દ્વારા ગ્રામપંચાયતોને અપાતા ફંડના પગલે વિધાનસભાની ચૂંટણીની જેમ જિલ્લાની ગ્રામીણ સંસદની પણ મહત્વતા વધી ગઇ છે અને ગામડામાં વિધાનસભાની ચૂંટણી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. 361 ગ્રામપંચાયતોમાં 344 સરપંચ અને સભ્યની 2125 બેઠકો પર સરપંચપદના 895 અને સભ્યપદના 4747 ઉમેદવારો મેદાન છે, જેમનું ભાવિ તા.19-12, રવિવારે 6,71,350 મતદારો નક્કી કરશે.

જન સંપર્ક અધિકારી નિરવ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, 1922 મતપેટીઅો ઉપલબ્ધ છે, જેમાંથી 1299 તાલુકા મથકોઅે મોકલી દેવાઇ છે અને તાલુકા મથકોઅેથી તા.18-12, શનિવારના 4785 પોલિંગ સ્ટાફ 1299 મતપેટીઅો સાથે મતદાન મથકોઅે રવાના થશે. નાયબ મામલતદાર મોહિતસિંહ ઝાલાઅે જણાવ્યું હતું કે, તા.19-12, રવિવારના 361 ગ્રામપંચાયતોમાં 344 સરપંચ અને સભ્યની 2125 બેઠકો મતદાન થશે. 903 મતદાન મથકોમાંથી 285 સંવેદનશીલ અને 24 અતિ સંવેદનશીલ છે, જેથી 169 ચૂંટણી અધિકારી, 169 મદદનીશ ચૂંટણી અધિકારી, 4785 પોલિંગ સ્ટાફ, 1818 પોલીસ સહિત 6941 અધિકારી, કર્મચારીઅો શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે સજ્જ છે.

તાલુકાવાર ગ્રામપંચાયત અને મતદારો

તાલુકોપંચાયતપુરુષસ્ત્રીઅન્યકુલ
ભુજ5761070589640120034
માંડવી403519133524368718
મુન્દ્રા181619918673134873
અંજાર242836126453054814
ગાંધીધામ61964717790037437
ભચાઉ394008244144184227
રાપર444934443354092698
નખત્રાણા514414141261085403
અબડાસા593235130408062759
લખપત231585514532030387

દયાપરમાં સભ્યો બિનહરીફ ને પ્રથમ વખત સરપંચપદ માટે મહિલાઓ વચ્ચે િત્ર-પાંખિયો જંગ
તાલુકામાં બીજા નંબરનું સ્થાન ધરાવતી દયાપર ગ્રામપંચાયતના 10 વોર્ડના ઉમેદવારો બિનહરીફ થયા છે જયારે સરપંચપદની બેઠક સામાન્ય મહિલા અનામત હોઇ ત્રણ મહિલાઅો મેદાને છે. ગામમાં અત્યાર સુધી બે જ ઉમેદવારો વચ્ચે ચૂંટણી લડાઇ છે જયારે પ્રથમ વખત ત્રિ-પાંખિયો જંગ જામશે. પ્રચારના પડઘમ શાંત થતાં હવે લોકો ડોર ટુ ડોર તેમજ ખાટલા બેઠકો કરી મતદારોને મનાવી રહ્યા છે. ગામના 3142 મતદારોમાંથી પાટીદાર સમાજના 846, મુસ્લિમ 810, ક્ષત્રિય 203, અનુસૂચિત જાતિ 339, બ્રાહ્મણ 112 અને લોહાણા સમાજના 103 વગેરેનો સમાવેશ થાય છે. ચૂંટણીને લઇને ધંધાર્થે બહાર વસતા પાટીદર સમાજના લોકો માદરે વતન અાવશે.

જિલ્લા બહારના શ્રમિકો 550 કિ.મી. અંતર કાપી વતનમાં મતદાન કરશે
નાના અંગિયા : કચ્છમાં રોજગારી માટે સ્થાયી થયેલા અન્ય જિલ્લાઅોના શ્રમિકો પોતાના મતનું મહત્વ સમજીને 550 કિલોમીટરનું અંતર કાપીને મતદાન મથકે પહોંચી જશે. પરપ્રાંતીય શ્રમિકો નખત્રાણાથી સાડા પાંચસો કિલોમીટરનું અંતર કાપીને મત આપવા માટે પોતાના વતન ભણી શુક્રવારે રવાના થયા હતા. છોટા ઉદેપુર, ડાંગ , આહવા, ગોધરા, પંચમહાલ તેમજ અન્ય જિલ્લાના મોટી સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો કચ્છના ખાસ કરીને નખત્રાણા, અંગિયા, ગઢશીશા, મુન્દ્રા સહિતના પંથકમાં લગભગ ચારસો જેટલા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પોતાના વતન ભણી નીકળી ગયા હતા. શ્રમિક દિનેશ નાયકાઅે જણાવ્યું હતું કે, મત આપવો આપણો બંધારણીય અધિકાર છે અને એક એક મત અમૂલ્ય છે. નખત્રાણાથી ખાસ સ્લીપર બસ ભાડે કરીને નિર્ધારિત રૂટ મુજબ પ્રવાસ કરીને છોટા ઉદેપુર જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં પોતાના મત વિસ્તારમાં શનિવાર સુધીમાં પહોંચી જશે.

લખપત તાલુકાના 15 સંવેદનશીલ મથકો
દયાપર : લખપત તાલુકામાં તંત્ર દ્વારા મુધાન, પુનરાજપર, છેર નાની, ઘડુલી-1, ઘડુલી-2, અટડા, અાશાપર, ખારઇ, કપુરાશી-1, કપુરાશી-2, પાનધ્રો-1, પાનધ્રો-2, પાનધ્રો-3, ફુલરા, મિંઢિયારી સહિત 15 મથકો સંવેદનશીલ જાહેર કરાયા છે.

દયાપરની મોડેલ સ્કૂલમાં ચૂંટણી કન્ટ્રોલ રૂમને અાખરી અોપ
દયાપર : લખપત તાલુકામાં 23 ગ્રામપંચાયતોની ચૂંટણી યોજાવાની છે, જેને લઇને તંત્ર દ્વારા દયાપરની મોડેલ સ્કૂલ ખાતે ચૂંટણી કન્ટ્રોલ રૂમને શુક્રવારે અાખરી અોપ અપાયો હતો. ચૂંટણીમાં ફરજ બજાવનારા કર્મચારીઅોને અહીંથી શનિવારે ચૂંટણીલક્ષી સાહિત્ય, મતપેટીઅો, બેલેટ પેપર સહિતની કામગીરીનું વિતરણ કરાશે. મતદાન બાદ તમામ મતપેટીઅો અહીં પરત લવાશે અને તા.21-12ના મત ગણતરી હાથ ધરાશે. તાલુકાના 58 જેટલા બુથ પર 300 જેટલા કર્મચારીઅો ફરજ બજાવશે. સરપંચપદના 48 અને સભ્યપદના 198 ઉમેદવારોનું ભાવિ 30,387 મતદારો નક્કી કરશે.

રાપર તાલુકાની ગ્રામપંચાયતોમાં જૂના જોગીઅોની કસોટી: મુંબઇગરા મતદારો માદરે વતન આવશે
રાપર : રાપર તાલુકામાં 53 ગ્રામપંચાયતની ચૂંટણી અને બે ગ્રામપંચાયતની પેટા ચૂંટણી યોજાવાની હતી, જેમાંથી દસ ગ્રામપંચાયતના સરપંચો બિનહરીફ થતાં હવે 44 ગ્રામપંચાયતમાં કેટલીક જગ્યાએ ત્રિપાખિયો અને કેટલીક જગ્યાએ ચાર-ચાર ઉમેદવારો સરપંચપદની રેસમાં છે. ત્યારે કેટલીય જગ્યાએ જૂના જોગીઅો પણ મેદાનમાં ઉતર્યા છેે અને વચનો,વાયદાની ઝડી વરસાવી રહ્યા છે. તાલુકાના આડેસર, ભીમાસર, પલાસવા, કિડીયાનગર, બાદરગઢ, નંદાસર, નીલપર, ત્રંબો, ગાગોદર, થોરિયારી, સેલારી, જટાવાડા, લાકડાવાંઢ વગેરે ગામોમાં ભારે રસાકસી થાય તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. મુંબઈગરાઓ પણ આ વખતે મહત્વનો ભાગ ભજવે તેમ હોઈ અગાઉથી ટ્રેનોનું બુકીંગ થઈ ચુક્યું છે. સરપંચ પદના 114, સભ્યોના 716 મળી કુલ 830 ઉમેદવારોનું ભાવિ મતદારો નક્કી કરશે.

કચ્છમાં પોલીસ, હોમગાર્ડ અને એસઆરપી જવાનો રહેશે ખડેપગે

પૂર્વ કચ્છપ. કચ્છ
ડીવાયએસપી45
પીઆઇ520
પીએસઆઇ2723
કોન્સ્ટેબલ340720
હોમગાર્ડ5801050
એસઆરપી200

​​​​​​​

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...