બાર એસોસિએશનની ચૂંટણી:ભુજ કોર્ટ કમ્પાઉન્ડ ખાતે ભૂજ બાર એસોસિએશનની ચૂંટણી માટે મતદાન યોજાયું, બે પેનલ વચ્ચે સીધો જંગ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંડળના 6 હોદ્દેદારો અને 15 કારોબારી સભ્યો માટે કુલ 21 બેઠકની ચૂંટણી
  • 637 મતમાંથી 593 મત પડતા સરેરાશ 88.50 ટકા મતદાન નોંધાયું

ભુજ બાર એસોસિએશનની વર્ષ 2022 માટે નવી કારોબારીની રચના અંતર્ગત આજે શુક્રવારે ભુજ કોર્ટના મેદાન ખાતે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં શહેરના કુલ 750 વકીલોમાંથી 637 જેટલા સક્રિય ધારાશાસ્ત્રીઓ દ્વારા 21 બેઠકો માટે મતદાન કરવામાં આવ્યુ હતું. 637 મતમાંથી 593 મત પડતા સરેરાશ 88.50 ટકા મતદાન નોંધાયું હતું.

રાજ્યની સાથે જિલ્લામાં ચાલી રહેલી ગ્રામ પંચાયતની ચૂંટણીના માહોલ વચ્ચે આજે શુક્રવાર સવારના 9.30 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી ભુજ કોર્ટના ધ્વજવંદન મેદાન ખાતે શહેર બાર એસોસિએશનની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. એડવોકેટ કિશોર એમ પટેલની પેનલ સામે હેમસિંહ સી. ચૌધરીની પેનલ વચ્ચે સીધો જંગ છે. મંડળની 6 હોદ્દેદારો અને 15 કારોબારી સભ્યો માટે કુલ 21 બેઠકની ચૂંટણી માટે બપોરના 3 વાગ્યા સુધીમાં કુલ 88.50 ટકા મતદાન થયું હતું. મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે એડ. જીતેન્દ્ર ઝવેરી, સહ ચૂંટણી અધિકારી તરીકે નિપુણ માંકડ અને મલ્હાર બૂચ છે.

અન્ય સમાચારો પણ છે...