તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કસ્ટોડિયલ ડેથ:ચોતરફ ટીકાઓનો મારો થતા રાજકીય પક્ષોએ મૌન તોડવું પડયું

ભુજએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • માથે સ્થાનિક સ્વરાજયની ચૂંટણી છે એ પણ સ્વાર્થી રાજકારણીઓ ભુલી ગયા હતા !
 • માત્ર ચારણ-ગઢવી સમાજ નહીં સમગ્ર કચ્છ માટે આઘાતજનક સમાઘોઘાના 2 યુવાનોના મૃત્યુના બનાવમાં રહી રહીને આપવી પડી પ્રતિક્રિયા

સમાઘોઘાના ત્રણ યુવાનોને ચોરીના કેસમાં માત્ર શકના આધારે મુન્દ્રા પોલીસે કસ્ટડીમાં ગોંધી દીધા, અમાનવીય અત્યાચાર કર્યો તેમાં બે યુવકે જીવ ખોઇ દીધા. ન માત્ર માનવ અધિકાર ભંગ પરંતુ બે-બે હત્યાના આ ગંભીર બનાવ ગઢવી-ચારણ માટે જ નહીં સમગ્ર કચ્છના તમામ જ્ઞાતિ અને કોમ માટે આંચકારૂપ કહેવાય. જિલ્લામાં જલદ પ્રત્યાઘાતો પડયા પણ ભાજપ કે કોંગ્રેસ, એક પણ રાજકીય પક્ષ કે નેતા 18 દિવસ સુધી એક શબ્દ ન બોલતાં ચોરતરફથી ટીકાઓનો મારો થયો હતો.

એટલે સુધી કે મુન્દ્રા મત વિસ્તારના ધારાસભયથી માંડીને સતાપક્ષ અને વિરોધ પક્ષે હરકસુદ્ધા નહીં ઉચ્ચારતાં અખિલ કચ્છ ચારણ-ગઢવી સમાજના પ્રમુખ વિજયભાઇ ગઢવીએ કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું હતું. લોકોના મતથી ચુંટાતા આ જનસેવકો માથે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી છે એ પણ જાણે ભુલી ગયા હતા. અબલત્ત સાર્વત્રિક ફિટકાર વરસ્યા પછી રહી રહીને પક્ષો અને નેતાઓએ ઘટનાને વખોડવી પડી છે.

મૃતકના પરીજનોને ન્યાય આપવાની બાહેંધરી - જિલ્લા ભાજપ
મુંદરા પોલીસ દ્વારા ચારણ સમાજના સમાઘોઘામાં રહેતા ત્રણ યુવાનોને માર મારી બે યુવાનના મોત થતા કચ્છ જિલ્લા ભાજપ પરીવારે ઘટનાને વખોડી પરીવારજનોને ન્યાય આપવા બાહેંધરી આપી હોવાનું જણાવાયું હતું. પ્રમુખ કેશુભાઇ પટેલ, સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય નીમાબેન આચાર્ય, વીરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશવરી, પ્રધ્યુમનસિંહ જાડેજા સહિતનાએ અત્યંત દુ:ખ ઘટનાને સખત શબ્દોમાં વખોડી હતી. હત્યામાં સંડોવાયેલા પોલીસ જવાનોની તાબડતોબ ધરપકડ થાય અને સજ્જડ પુરાવા એકત્ર કરી કડક સજા આપવામાં આવે તેવી તાકીદ પોલીસ વડાને કરી હતી.

સાંસદ ધારાસભ્યો અને ગૃહમંત્રીની ભૂમિકા અંગે ગઢવી સમાજે રોષ સાથે ખેદ વ્યક્ત કર્યો
સમગ્ર પ્રકરણ દરમ્યાન કચ્છ જિલ્લાના સાંસદ અને તમામ ધારાસભ્યોએ સંવેદના ભર્યો એક હરફ સુદ્ધાં ઉચ્ચાર્યો ન હોવા સબબ કચ્છ જિલ્લા ચારણ સભાના પ્રમુખ વિજયભાઈ ગઢવીએ સોશ્યલ મીડિયા પર વિડીયો કલીપ જાહેર કરી ખેદ વ્યક્ત કર્યો હતો.જયારે ગૃહમંત્રીએ પણ પોલીસ દમનનો ભોગ બનેલા યુવાનોની તરફેણમાં કોઈ નક્કર પગલું ભર્યું ન હોવાનું જણાવ્યું હતું.

કસ્ટોડીયલ ડેથનો બનાવ ભદ્રસમાજ માટે લાંછનરૂપ – જિલ્લા કોંગ્રેસ
સમાધોધાના યુવાનને પોલીસે કસ્ટડીમાં લીધા બાદ અસહ્ય માર મારતા બે-બે યુવકના મોત નિપજયા છે જેમાં પોલીસ રક્ષકના બદલે ભક્ષક બની છે, રાજય સરકાર પોલીસ તંત્ર પર અંકુશ ગુમાવી ચુકી છે. કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ આ ઘટના ભદ્ર સમાજ માટે લાંછનરૂપ ગણાવી હતી. જિલ્લા કોંગ્રેસને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચિમકી ઉચ્ચારી હતી. ગુનામાં ફરાર આરોપી પોલીસ કર્મીઓને તાત્કાલીક પકડી ધાક બેસાડતી કાર્યવાહી થાય તો લોકોને પોલીસ પર વિશવાસ બેસે તેવી રજૂઆત લેખિતમાં રાજય પોલીસવડાને કરી છે.

સરકાર તાત્કાલિક તટસ્થ તપાસ કરી ભોગગ્રસ્તના પરિવારોને ન્યાય અપાવે
ગુજરાતની ભાજપ સરકારને ન્યાયતંત્ર પર ભરોસો નથી ? મુન્દ્રાની સમાઘોઘા ઘટનામાં સરકાર તાત્કાલીક બનાવની તપાસ કરાવી જવાબદારો સામે પગલા ભરે તેમજ ગઢવી પરીવારને ન્યાય અપાવે તેવી ટિકા સોશિયલ મીડિયા પર કરવામાં આવી હતી.
> અમિત ચાવડા,ગુજરાત પ્રદેશ પ્રમુખ

પોલીસ જનતા માટે નહીં માફીયાઓ સાથે સાંઠગાંઠ કરી કામ કરે છે
કહેવાય છે કે પોલીસ પ્રજાનો મિત્ર છે, રક્ષક છે પરંતુ આ વાત અહીં ખોટી સાબીત થઇ રહી છે. આ સમગ્ર પ્રકરણમાં પોલીસ તંત્ર દ્વારા માફીયાઓ સાથે સાંઠગાંઠ કરવામાં આવી છે જેના કારણે યુપીમાં વિકાસ દુબેના બીકરુકાંડ જેવા બનાવો બની શકે છે. પોલીસ જનતા માટે નહીં માફીયાઓ માટે કામ કરે છે. > વી. કે. હુંબલ, પૂર્વ વિપક્ષી નેતા જિલ્લા પંચાયત

પોલીસે કોઇ નક્કર કાર્યવાહી જ નથી કરી: આરોપીઓ સામે કડક પગલા ભરો
​​​​​​​સમાઘોઘાના બનાવને શખ્ત શબ્દોમાં વખોડયું હતું. યોગ્ય તપાસ કરી જવાબદાર પોલીસ કર્મચારીઓ તથા સંડોવાયેલ તમામ આરોપી વિરૂધ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. અગાઉની રજુઆતો અંગે કોઈ નક્કર કાર્યવાહી ન થતાં પોલીસની કામગીરી સામે નારાજગી દર્શાવી.> સંતોકબેન ભચુભાઇ આરેઠીયા, ધારાસભ્ય રાપર

​​​​​​​રાજયસરકાર બે મૃતક યુવાનોના પરીજનોને યોગ્ય વળતર આપે
મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કડક પગલા ભરવામાં આવે તેમજ વહેલીતકે ધરપકડ થાય તેવી માગ કરી છે તો બીજીવાર આવી ઘટના ન બને અને પરીવારજનોને વળતર મળે એ માટે રાજય સરકારને અપીલ કરી છે. > તારાચંદ છેડા , પૂર્વ રાજયમંત્રી

​​​​​​​ગુનેગારોનો કાઇ ધર્મ કે સમાજ હોતો નથી, કડક સજા કરો
આ બનાવમાં સરકાર ન્યાયિક તપાસ કરે, ગુનેગારનો કોઇ ધર્મ કે સમાજ હોતો નથી, ગુનેગાર જ છે. પરીવારજનોને ન્યાય મળે તે માટે કાર્યવાહી કરવામાં આવે અને વહેલીતકે આરોપીઓની ધરપકડ કરવી જોઇએ એવો પત્ર મુખ્યમંત્રી વિજય રુપાણી અને ગૃહમંત્રી પ્રદીપસિંહ વાઘેલાને લખ્યો છે. > પી.એમ. જાડેજા, અબડાસા ધારાસભ્ય

​​​​​​​

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો