હમ નહીં સુધરેગે:ત્રીજી લહેરને આમંત્રણ આપતા રાજકીય કાર્યક્રમો

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોઇપણ રાજકીય કાર્યક્રમો પર મનાઇ હોવા છતાં પક્ષના ચિહ્નો સાથેના કાર્યક્રમોમાં સોશિયલ ડિસ્ટન્સના પણ ધજાગરા
  • નિયંત્રણોમાં છૂટછાટ મળી તે પહેલાં જ ભાજપે કાર્યક્રમો કરી દીધા હતા શરૂ
  • પ્રદેશ હોદેદારો અને સેવાદળના પ્રભારીની હાજરીમાં સામાજીક અંતરના ધજાગરા

કચ્છમાં સેવાના નામે ભાજપ દ્વારા રાજકીય કાર્યક્રમો : તંત્ર હંમેશાની જેમ માૈન

કોરોનાની બીજી લહેર ચાલુ થઇ ત્યારથી હાલ સુધી કચ્છમાં રાજકીય, ધાર્મિક અને સામાજીક કાર્યક્રમો પર પ્રતિબંધો હતા. તાજેતરમાં છૂટછાટ મળી છે, પરંતુ સત્તાધારી ભાજપ તો પ્રતિબંધ હોવા છતાં પહેલાથી જ ખુલ્લેઅામ સેવાના નામે રાજકીય કાર્યક્રો કરાઇ રહ્યા છે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારને સાત વર્ષ થયા તેના નામે અન્ય સ્થળોની જેમ કચ્છમાં પણ ભાજપ દ્વારા વિવિધ સેવાના કાર્યક્રમો કરાઇ રહ્યાં છે. જેમાં મોટી સંખ્યામાં ભાજપના નેતાઅો પક્ષના પ્રતિકો સાથે હાજર હોય છે. સોશિયલ ડિસ્ટન્સના પણ ધજાગરા ઉડતા હોવા છતાં સેવાના નામે અા રાજકીય કાર્યક્રમો સામે પોલીસ કે વહીવટી તંત્ર દ્વારા કોઇ પગલા ભરવામાં અાવી રહ્યા નથી.

અા અંગે મળતી વિગતો મુજબ અેક બાજુ દેશમાં કોરોનાના કેસો વધી રહ્યા હતા ત્યારે પ. બંગાળ સહિતના પાંચ રાજ્યોમાં ભાજપ સહિતના પક્ષો ભીડ ભેગી કરી ચૂંટણીની સભાઅો યોજતા હતા. તેના ભયંકર પરિણામો ભોગવવા પડ્યા છે. બીજી લહેરમાં ગુજરાતની સાથે કચ્છમાં પણ અારોગ્ય સેવાની પોલ ખુલી ગઇ હતી. લોકોના ટપોટપ મોત થઇ રહ્યા હતા. જેના પગલે વહીવટી તંત્ર અને સત્તાપક્ષ સામે હાલ લોકોમાં રોષ પણ છે. ભાજપની છબીને નુકસાન પણ પહોંચ્યું છે.

તેવામાં લોકોમાં સહાનુભૂતિ મેળવવા કચ્છમાં પણ ભાજપ દ્વારા સેવાના નામે રાજકીય કાર્યક્રમો યોજવામાં અાવી રહ્યાં છે. બ્લડ ડોનેશન કેમ્પ, વિવિધ સહાયના કાર્યક્રમો યોજવામાં અાવી રહ્યાં છે. જેમાં પક્ષના વિવિધ ચિહ્નો અને પ્રતિકોનો ઉપયોગ કરવામાં અાવી રહ્યો છે. મોટી સંખ્યામાં પક્ષના સભ્યો અેકઠા થઇને સામાજીક અંતરનો ઉલાળીયો કરી રહ્યાં છે. સેવાના નામે અેક રીતે રાજકીય કાર્યક્રમો કરાતા હોવા છતાં વહીવટી તંત્ર અા બાબતે માૈન છે.

તો અા તરફ કોંગ્રેસે ભુજમાં સંગઠન પર્વ નિમિતે રૂમમાં ખીચોખીચ કાર્યકર્તાઅો ભર્યા !

તો કોંગ્રેસ પણ સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરી રહી નથી. પ્રદેશ કોંગ્રેસ દ્વારા અાયોજીત સંગઠન પર્વની ઉજવણી નિમિતે ભુજમાં પણ બેઠક બોલાવવામાં અાવી હતી. જેમાં રૂમમાં ખીચોખીચ પક્ષના સભ્યો બેઠા જણાયા ન હતા. અને સોશિયલ ડિસ્ટન્સીંગના ધજાગરા ઉડ્યા હતા.

અા બેઠકમાં કોંગ્રેસ સેવાદળના પ્રભારી ઝોન પ્રભારી સહિતના ગુજરાતના પદાધિકારીઅો હાજર રહ્યા હતા. પ્રદેશ કોંગ્રેસના મંત્રી રફીક મારાઅે બેઠકમાં સેવાદળની કાર્યશક્તિથી વાકેફ કર્યા હતા. તો સેવાદળના પ્રભારી કલ્પનાબેન, ઝોન પ્રભારી પ્રકાશભાઇ ભારતીયા તેજમ કુંપાજી ઝાલાઅે સેવાદળની ટીમને મજબૂત બનાવી કામે લાગી જવા જણાવ્યું હતુ. અા તબક્કે નવી કમિટિની રચના કરવામાં અાવી હતી. જમાં અાકિબ સમાની પ્રમુખ તરીકે વરણી કરવા અાવી હતી. કોરોનાની ત્રીજી લહેર અનેક દેશોમાં અાવી ગઇ છે. તેવામાં રાજકીય પક્ષો કચ્છમાં ફરી કોરોનાના નિયમો ભુલી કાર્યક્રમો યોજી રહ્યા છે. તે ગંભીર બાબત છે.

અન્ય સમાચારો પણ છે...