સાવધાન…:પોલિયો ફરી ભારતનાં દ્વાર ખખડાવે છે, સાવચેતી જરૂરી

ભુજ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં હજુ તેનો પડછાયો
  • રોટરી ડિસ્ટ્રિક્ટનાં સેમિનારમાં તજજ્ઞોએ આપ્યું માર્ગદર્શન: અગ્રણીઅો દ્વારા 75 લાખનું દાન

રોટરી ડિસ્ટ્રિક્ટના સેમિનારમાં તજજ્ઞોઅે પોલિયો વિષયક માર્ગદર્શન અાપ્યું હતું અને વિવિધ ક્લબોના મોવડીઅો દ્વારા 75 લાખનું દાન અપાયું હતું. પોલિયો ભારતમાંથી તો વિદાય લઈ ચુક્યો છે, પરંતુ આપણા પડોશી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન જેવા આરોગ્ય વિષયક અવિકસિત દેશોમાં હજુ તેનો પડછાયો ડોકાય છે ત્યારે તે રોગ પ્રત્યે બેદરકારી ન દાખવતાં સજાગ રહેવું જરૂરી છે અેમ પોલિયો ઇન્ટરનેશનલ સંગઠનનાં ચેરમેન ડો.નવીન ઠકકરે કહ્યું હતું.

કચ્છ-ગુજરાતની રોટરી ક્લબોનાં મોવડીઓ માટે તાજેતરમાં ભુજ રોટરી ક્લબનાં યજમાનપદે યોજાયેલી ચિંતન બેઠકમાં રોટરી ડીસ્ટ્રિકટ 3054નાં પોલિયો ચેરમેન પી.ડી.જી. ભરત ધોળકિયાએ પોલિયો બાબતે દુર્લક્ષ ન સેવતાં જાગૃતિ સેવવા અનુરોધ કર્યો હતો. સામાજિક દાહીત્વ આંતર રાષ્ટ્રીય ફંડ (ટી.આર.એફ.) વિષે ચેરમેન પી.ડી.જી. લલીત શર્માએ રોટરી ઇન્ટરનેશનલને એક હાથે દાન આપી, અનેકગણું રીટર્ન મેળવવાનો કિમીયો ઉપસ્થિત સમુદાયને સમજાવ્યો હતો, અને વિવિધ કલબોનાં અગ્રીમ હરોળનાં આગેવાનો દ્વારા સ્થળ પર જ એક લાખ ડોલર(પંચોતેર લાખ ભારતીય રૂપિયા)નું યોગદાન જાહેર કર્યું હતું.

ડિસ્ટ્રિક્ટ ગવર્નર અશોક મંગલે પોલિયો સહિતનાં સેવન એરિયા ફોકસનાં મુખ્ય કાર્યો પ્રત્યે સક્રિય રહી કામગીરી ઉપાડી લેવા હાકલ કરી હતી. પ્રારંભે રોટરી પ્રમુખ અભિજિત ધોળકિયાએ સર્વેને અાવકાર્યા હતા. ડિસ્ટ્રિકટ ટ્રેનર મૌલિન પટેલે રોટરી ઇન્ટરનેશનલના કાર્યોને વેગવાન બનાવી, ડિસ્ટ્રિકટનું પર્ફોમન્સ ઊંચું લાવવા ભાર મુક્યો હતો. આ ઉપરાંત પી.ડી.જી. હર્ષદ ઉદેશી, નૈમિષ રવાણી, ધર્મેન્દ્ર જોષી વગેરે વક્તાઓએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

પી.ડી.જી.મોહન શાહ સહિતનાં તમામ અગ્રણીઓએ કલબોમાં ઉભા થતા પ્રશ્નોના જવાબો આપી કલબ લીડરોનાં મતવ્યો જાણ્યા હતા, જેમાં તમામ કલબોના પ્રમુખ- મંત્રીઓ ઉપરાંત મોવડીઓ જોડાયા હતા. ભૂપેશ ઠક્કર, આસિસ્ટન્ટ ગવર્નર પ્રફૂલ્લ ઠક્કર, વિમલ ખારેચાઅે સહયોગ અાપ્યો હતો. વ્યવસ્થા મંત્રી હેમેન શાહ અને સાર્જન્ટ રાહુલ સોનીની આગેવાની હેઠળ તિલક કેશવાણી, અશરફ મેમણ, ભાવેશ પટેલ, ધવન શાહ, નીતિન સંઘવી, ડો.ઉર્મિલ હાથી, ભરત ત્રિવેદી, રોમીન જોષી, ચૈતન્ય પટૃણી, સંદીપ ઠક્કર વિગેરેએ સંભાળી હતી.

અન્ય સમાચારો પણ છે...