ઢોર માર:યુવકને માર મારનારા કર્મચારી સામે પગલા ભરવાની પોલીસે ખાતરી આપી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભુજના હમીરસર તળાવ રોડ પર મુસ્લિમ સમાજના બે યુવાનોને નશાની હાલતમાં પોલીસ કર્મચારી દ્વારા ઢોર માર મારવામાં અાવ્યા બાદ પોલીસ કર્મચારી સામે કોઇ પગલા ન ભરાતા અોલ ઇન્ડિયા મજલીસે ઇતિહાદુલ મુસ્લિમિન તરફથી વિરોધ પ્રદશન કરવાની તેમજ અલ્ટિમેટમ અપાયું હતું. જેના ભાગરૂપે બહોળી સંખ્યામાં અેસ.પી. અોફીસની બહાર અેકત્ર થઇ ડીવાયઅેસપીને રૂબરૂ રજૂઅાત કરવામાં અાવી હતી.

ઓલ ઇન્ડિયા મજલીસે ઇતિહાદુલ મુસ્લિમીન કચ્છ તરફથી ગત બીજી સપ્ટેમ્બરના મુસ્લિમ સમાજના બે યુવકોને નશાની હાલતમાં ધૂત પોલીસકર્મી દ્વારા ઢોર માર મારવામાં અાવતા પોલીસ તંત્રને 48 કલાકનું અલ્ટિમેટમ અાપવામાં અાવ્યું હતું. અગાઉ રજૂઆત કરવા છતાં કોઈ પણ કાર્યવાહી ન કરાતા “હું પણ મુસ્લિમ” અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન કરવામાં અાવ્યું હતું, જે મામલે હેડકર્વાટર ડીવાયઅેસપી બી. અેમ. દેસાઇને પ્રતિનિધિમંડળે રજૂઅાત કરતા, તેમના તરફથી ટૂંક સમયમાં આ મામલે પોલીસ તપાસ પૂર્ણ થવાની સાથે આરોપી પોલીસકર્મી પર પગલાં ભરવામાં આવશે તેવી ખાતરી અાપી હતી. ન્યાય નહી મળે ત્યાં સુધી અમારી લડત જારી રહેશે તેવું ઉચ્ચારણ કચ્છના પ્રમુખ શકીલભાઈ સમાઅે કર્યું હતું. રજૂઅાત વેળાઅે ઇબ્રાહીમ હાલેપોત્રા, અામદ રાયમા, હનીફ જત, સરફરાજ જીયેજા, રમજુભાઇ રાયમા સહિતના જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...