તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:રીઢા પડેલા અમુક પોઇન્ટો પર ગત રાત્રે પોલીસની ટુકડીઓ ઉતરી પડી

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરટીઓ, જિલ્લા ઉદ્યોગ, જયનગર સહિતના ત્રિભેટે પોલીસ કાફલો

ભુજ શહેરમા રાત્રિ કર્ફયુની અમલવારી કરાવવા માટે ભુજના મુખ્ય પોઇન્ટ જ્યુબિલી ગ્રરાઉન્ટ પર પોલીસ તૈનાત હોય છ. જો કે શનિવારે રાત્રે લાંબા સમયથા જયા કોઇ ચેકિંગ જ ન થતુ એવા પોઇન્ટો પર પોલીસ ખડકાઇ હતી, જો કે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસે એસપી સહિતના અધિકારીઓને કાફલો હાજર દેખાયો હતો.

શહેરના આરટીઓ સર્કલ, જયનગર ત્રિભેટે તેમજ જિલ્લા ઊદ્યોગ કેન્દ્ર પર છેલ્લા કેટલાક દિવસોથી કોઇ ખાસ ચેકિંગ કરાતુ ન હતું, આ ત્રણેય પોઇન્ટ ભુજના પ્રવેશદ્વાર કહેવાય છે. રવિવારે રાત્રે અચાનક રાત્રિ કર્ફયુના પાલન કરાવવા માટે આ ત્રણેય પોઇન્ટ પર પોલીસના ધાડેધાડા ઉતરી પડયા હતા. રાત્રે કામ વગર બહાર ફરતા લોકોની અટકાયત કરી કોવિડ ગાઇડલાઇન અને રાત્રિ કર્ફયુની અમલવારી માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી, તો પશ્ચિમ કચ્છ પોલીસવડા સહિતના અધિકારીઓ પણ આ ચેકિંગમાં જોડાયા હતા. નોંધનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી ભુજમાં રાત્રિ કર્ફયુમાં પોલીસનું ચેકિંગ થોડુ હળવું બન્યું છે અને લોકો પણ રોગને ગંભીરતાથી લઇ બહાર નિકળવાનું ટાળી રહ્યા છે.

ગતવર્ષ કરતા ચાલુ માસે જાહેરનામા ભંગના કેસમાં 70 ટકા ધટાડો નોંધાયો
ગત વર્ષે લોકડાઉન લાદવાનાં આવું હતું જેમાં બહાર નિકડવાની મનાઇ હતી. આવશ્યક ચીજવસ્તુ સિવાય લોકોને પહાર નિકડવા પર પ્રતિબંધ હોવા છતાય બહાર ફરતા લોકો સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરવામાં આવતી હતી. ગત વર્ષે દરેક પોલીસ મથકે દરરોજના ૧૫થી ૨૦ કેસ જાહેરનામાં ભંગના નોંધાતા હતા પણ ચાલુ માસે રાત્રિ કર્ફયુમાં જાહેરનામાં ભંગના કેસોમાં ભારે ઘટાડો થયો છે. કેમ કે, રાત્રિ કર્ફયુ રાત્રે આઠ વાગ્યાથી લાગુ પડે છે અને લોકો પણ સમજદારીથી બહાર નિકળવાનનું ટાળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...