તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અટકાયત:માંડવીમાં તૈયાર થઈ ગયેલા નવા રૂકમાવતી બ્રિજનું કોંગ્રેસ આગેવાનોએ ઉદ્દઘાટન કરતા પોલીસે અટકાયત કરી

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે માસથી તૈયાર બ્રિજ લોકાર્પણ વિધિના અભાવે બિન ઉપીયોગી

કચ્છના રમણીય અને ઐતિહાસિક નગર માંડવી ખાતે આજે કોંગ્રેસ પક્ષ દ્વારા સામાન્ય સભા મળી હતી. જેના અનુસંધાને રૂકમાવતી નદી પર તૈયાર થઈ ચૂકેલા નવા ઓવરબ્રિજને લોક હિતાર્થ ખુલ્લો મુકવા અને સતા પક્ષ ભાજપની ઉદાસીનતાના વિરોધમાં આજે ખુલ્લો મુકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે દરમિયાન પોલીસ તંત્રે આ દેખાવો કરવા બદલ 20 જેટલા કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરી હતી.

માંડવી નગરમાં આજે બપોર બાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ યુજુવેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં તાલુકા અને શહેર કોંગ્રેસની સામાન્ય સભા મળી હતી. આ બેઠકમાં મોંઘવારીને લઈ રાજ્ય અને કેન્દ્ર સરકાર પ્રત્યે વિરોધની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારબાદ કોંગ્રેસના આગેવાનો અને 35 જેટલા કાર્યકરોએ ખેડૂતોના પ્રશ્નો, ઇંધણ ભાવ વધારા જેવા મુદ્દે સરકાર વિરોધી સુત્રોચાર પોકારી રેલી સ્વરૂપે નૂતન રૂકમાવતી બ્રિજ ખાતે પહોંચ્યા હતા. જ્યાં કોંગ્રેસ દ્વારા બે માસથી ઉદ્દઘાટનની રાહ જોઈ રહેલા બ્રિજનું શ્રીફળ વધેરી ફરજીયાત લોકાર્પણ કરી નાખ્યું હતું.

બનાવના પગલે હાજર પોલીસ તંત્ર દ્વારા જવાબી કાર્યવાહી હાથ ધરી 20 જેટલા કોંગ્રેસી આગેવાનોની અટકાયત કરી હતી. બાદમાં રાબેતા મુજબ છોડી મુક્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના જિ. પ્ર. યજુવેન્દ્રસિંહ જાડેજા, માંડવી તાલૂકા કોંગ્રેસના ખેરાજ ગઢવી, શહેર કોંગેસના પ્રમુખ વિજયસિંહ જાડેજા સહિતના આગેવાનો કાર્યકરો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...