તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:યોગેશ્વરનગરમાં ચાલતી જુગાર ક્લબમાં પોલીસે પાડ્યો દરોડો

ભુજ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મહિલા સહિત છ ખેલીઓ 17 હજાર સાથે દબોચાયા

ભુજના યોગેશ્વરનગરમાં રહેણાકના મકાનમાં ચાલતી જુગાર ક્લબ પર એ ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ પોલીસે સોમવારે રાત્રીના નવ વાગ્યે યોગેશ્વરનગરમાં રહેતા પાનીબેન રમણભાઇ ફફલના ઘરમાં બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. પાલીબેન બહારથી ખેલીઓને બોલાવી નાલ ઉઘરાવીને જુગાર રમાડતા ઝડપાઇ ગયા હતા.

તેમની સાથે જુગાર રમતા દેવીબેન વાલજીભાઇ વાઘેલા, રહીમાબેન ઇબ્રાહિમભાઇ લંઘા, તેમજ દિનુભાઇ વેલજીભાઇ દાફડા, દિનેશભાઇ દેવજીભાઇ મારવાડાને રોકડ રૂપિયા 7,510 તથા રૂપિયા 9,500ની કિંમતના પાંચ મોબાઇલ સહિત 17,010ના મુદામાલ સાથે પકડી પાડી તમામ વિરૂધ જુગાર ધારાની કલમ 4,5 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી.

છતરડીમાં તીનપતીનો જુગાર રમતા 2 શખ્સ જબ્બે
ભુજના ખેંગારબાગની પાછળ સ્મૃતિવનની સામે આવેલી છતરડીમાં તીન પતીનો જુગાર રમતા ઉમર ખાકુ નોડે અને રમજાન હુશેન મથડાને પોલીસે રોકડ રૂપિયા 2,750 તથા 1 હજારની કિંમતના બે મોબાઇલ મળી કુલ 3,750ના મુદામાલ સાથે ઝડપી પાડી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...