પોલીસ સતર્ક:માંડવી ફંડફાળો ઉઘરાવવા આવેલા કાશ્મીરના 3 યુવકને પોલીસે ઉઠાવ્યા

ભુજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવકોની પુછતાછ સાથે જમ્મુ કાશ્મીર ખાતેથી પણ માહિતી મેળવા માટે તજવીજ શરૂ કરાઇ

હાલ કચ્છ દરિયાઇ વિસ્તારમાં નાપાક તત્વો દ્વારા ડ્રગ્સ સહિતના દ્રવ્યોને ઘુસાડવા તેમજ દેશ વિરોધી ગતિવિધીના કેટલાક બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે આ સંદેનશીલ બાબતોને ધ્યાને રાખી પોલીસ સતર્ક બની છે. તેવામાં કચ્છના માંડવી ખાતે છેક જમ્મુ કાશ્મીરના આવેલા કેટલાક શખ્સો ફંડફાળો ઉઘરાવી રહ્યા હોવાની માહિતી પરથી માંડવી પોલીસે જમ્મુ કાશ્મીરના ત્રણ યુવકોને ઉઠાવ્યા હોવાના અહેવાલ છે. પરંતુ આ અંગે કોઇ શંકાસ્પદ ચીજ હાથ ન લાગતા પોલીસ તપાસ કરી રહી હોવાનું બહાર આવ્યું છે.

આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજ્યનો કચ્છ જિલ્લો સંવેદશીલ હોઇ માંડવીમાં ફંડફાળા માટે ફરતા જમુ કાશ્મીરના એકજ ગામના ત્રણ યુવકોને પોલીસ મથકે પુછતાછ માટે લઇ અવાયા હોવાનું જણાવ્યું હતું. તેમજ આ યુવકો પાસેથી કોઇ વાંધા જનક હજુ કઇ હાથ લાગ્યું નથી. પરંતુ કયા ફંડફાળા માટે અહીં આવ્યા હોવાનું અને તેમના વતન જમુ કાશ્મીર ખાતે તેમની ઓળખ સહિતની પુછતાછ પોલીસે હાથ ધરી છે. તપાસમાં કોઇ ગેર કાયદેસરની બહાર આવશે તો, આ શખ્સો સામે ગુનો નોંધવામાં આવશે તેવું જાણવા મળ્યું હતું. પોલીસ અટકાયત કરાયેલા યુવક પૈકી એકના આધાર કાર્ડ નાસર હુશેન હોવાનું બહાર આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...