તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:પોલીસે બાતમી આધારે શખ્સને ઉઠાવ્યો ને માધાપરના કોમ્પલેક્સમાંથી દારૂ મળ્યો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂપિયા 1.38 લાખનો મુદ્દામાલ જપ્ત, જથ્થો આપનાર ફરાર

ભુજ બી ડિવિઝન પોલીસની ટુકડીએ બાતમી આધારે ભુજના એક શખ્સને ઉઠાવી પોલીસ સ્ટેશને લાવીને પુછપરછ હાથ ધરતા તેણે માધાપરની દ્રષ્ટિ કોમ્પલેક્સની ઓફીસમાં જથ્થો રાખ્યો હોવાની કેફીયત આપી હતી. પોલીસે પોણા લાખનો દારૂનો જથ્થો સહિત 1,38,600નો મુદ્દામાલ જપ્ત કરી જથ્થો આપનાર સામે પણ ગુનો દાખલ કર્યો હતો.

સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, બી ડિવિઝન પોલીસના પંકજકુમારને બાતમી મળતા ભુજના છછ ફળીયામાં રહેતો સચીય ઉર્ફે બલો પ્રભુભાઇ જોબનપુત્રાને ઉઠાવી પોલીસ સ્ટેશને લવાયો હતો. પોલીસે પુછપરછ હાથ ધરતા તેણે માધાપર હાઇવે પર આવેલી દ્રષ્ટી કોમ્પલેક્સની 4 નંબરની ઓફીસમાં જથ્થો છુપાવ્યો હોવાની કેફીયત આપી હતી. પોલીસે 190 બોટલ શરાબ, બીયર ટીન 153 (કિંમત 83,600), બાઇક જીજે 12 ડીએન 1791 (કિંમત 50 હજાર) અને એક મોબાઇલ કિંમત 5 હજાર મળી 1,38,600નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જથ્થો આપનાર આમદ ભટ્ટીનો નામ ખુલતા તેની સામે ગુનો નોંધી પકડી પાડવા ચક્રો ગતીમાન કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો