ધરપકડ:ભીમાસરથી કારમાં 156 દારૂની બોટલ સાથે મોરબી જતો એક જબ્બે, કુલ 3.58 લાખના મુદામાલને પકડી પાડતી પોલીસ

મોરબી/ગાંધીધામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબી પોલીસે કચ્છના રાપર તાલુકાથી દારુનો જથ્થો ભરીને મોરબી તરફ કારમાં આવતા એક શખ્સને 156 બોટલ દારુ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે કાર સહિત કુલ 3.58નો મુદામાલ કબ્જે કર્યો હતો. મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે ભરતનગર ગામના પાટિયા પાસેથી કચ્છ તરફથી મેકડોવેલ નંબર વન દારૂનો જથ્થો ભરેલ ઇનોવા કાર સાથે મહેન્દ્રભાઇ મનજીભાઇ સાલાણી (ઉ.વ.૨૩, હાલ રહે.ભચાઉ, લાયન્સનગર પાસે, તા.ભચાઉ, મુળ ભીમાસર તા.રાપર) ને ઝડપી લીધો હતો.

કારની તલાશી લેતા કારમાંથી રૂ.58,500ની કિંમતનો 156 બોટલ દારૂનો જથ્થો મળી આવતા આ દારૂ કોને ભરી આપ્યો તે અંગે પૂછપરછ કરતા આરોપીએ સુરેશભાઇ નથુભાઇ સાલાણી જાતે. કોળી રહે. ભીમાસર (ભુટકીયા), તા.રાપર, જી. કચ્છ-ભુજ વાળાએ આપ્યો હોવાનું કબુલ્યું હતું. પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...