કાર્યવાહી:રાપરના ચિત્રોડ પાસેથી રૂ.44 હજારના ગેસના 16 સિલિન્ડર સાથે પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આધાર પુરાવા વગરના સિલિન્ડર હાઇવે હોટલ પાસેથી આડેસર પોલીસે ઝડપયા

પૂર્વ કચ્છમાં રાપર તાલુકાના ચિત્રોડ પાસે ધોરીમાર્ગ પરની ક્રિષ્ના જંબુસર હોટલના મેદાનમાંથી 1 આરોપીને આધાર પુરાવા વગરના ગેસના 16 સિલિન્ડર સાથે પેટ્રોલિંગમાં રહેલી આડેસર પોલીસે ઝડપી પાડ્યા હતા.

આરોપી પાસેથી મળી આવેલા ભારત ગેસ અને ગેસના સિલિન્ડરમાં 6 ભરેલા હતા. પોલીસે મૂળ રાજસ્થાનના અને હાલે ગાંધીધામના ગુરુકુળ વિસ્તારમાં રહેતા 39 વર્ષના આરોપી બુધારામ વખતારામ બીશ્નોઈની અટક કરી આગળની તપાસ હાથ ધરી હતી.

આડેસર પોલીસ દ્વારા જાહેર કરાયેલી યાદી અનુસાર પીએસઆઇ બી.જી. રાવલ અને સ્ટાફ રાત્રી દરમિયાન પેટ્રોલિંગમાં હતા ત્યારે ચિત્રોડ પાસેની હાઇવે હોટલ પર ગેસના બાટલા સાથે રહેલા આરોપીની પૂછપરછ કરતા તેની પાસેથી સાથે રહેલા 16 જેટલા ગેસના સિલિન્ડરના કોઈજ આધાર પુરાવા ના મળતા આઈપીસી એક્ટ તળે તેની અટકાયત કરી કાયદેસરની કરુવાહી હાથ ધરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીધામ, ભચાઉ, સામખીયાળી, લાકડીયા અને આડેસર સુધીમાં આવેલી અનેક હાઉવે હોટલો પૈકી અમુક હોટલ ખાસ ગેર પ્રવુતિ માટેજ ચલાવવામાં આવી રહી છે. જ્યાં દારૂ, જુગાર, તેલ અને ડીઝલ ચોરી સહિતના બેનામી ધંધા ગુપ્ત રીતે થતા રહે છે. તંત્ર દ્વારા આવા આયામો પર સામુહિક દરોડા પાડવામાં આવે તો કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ હાથ લાગી શકે એમ છે.

અન્ય સમાચારો પણ છે...