તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાવલવાડી પોસ્ટ કૌભાંડ:સચિન ઠક્કર વિદેશ ભાગી ન જાય તે માટે પોલીસની લુકઆઉટ નોટિસ

ભુજ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રાવલવાડી પોસ્ટ કૌભાંડમાં અંદરખાને આગળ ધપતી તપાસ
 • વિજિલન્સ ટીમની ગેરરીતિ મામલે તપાસ છતાં ટપાલ વિભાગનું ભેદી મૌન
 • મુખ્ય સૂત્રધાર સામે મજબૂત ગાળિયો કસવા એકત્ર કરાતા પૂરાવા

પોસ્ટ વિભાગના ઇતિહાસમાં ગુજરાતમાં સૌથી મોટા ગણાતા રાવલવાડી પોસ્ટ ઓફિસના 8.25 કરોડના કૌભાંડના મુખ્ય સુત્રધાર સચિન ઠક્કર વિદેશ ભાગી ન જાય તે માટે પોલીસે લુકઆઉટ નોટિસ જારી કરી છે. જો કે, તા.10-2ના કૌભાંડી સચિન ઠક્કર, પત્ની પ્રજ્ઞા ઠક્કર (પોસ્ટ એજન્ટ) અને બે સબ પોસ્ટ માસ્તરો સામે ફોજદારી નોંધાઇ હતી. ખુદ ટપાલ વિભાગે જ કૌભાંડનો આંક 8.25 કરોડથી વધી જશે તેવી કબૂલાત આપી છે પરંતુ તા.10-2ના રૂ.34,58,179 સરકારી નાણાની ઉચાપતની ફોજદારી ફિરયાદ નોંધાવાઇ છે. જો કે નવાઇની વાત એ છે કે, પોલીસ દ્વારા હજુ સુધી 4 પૈકી એકેય આરોપીની ધરપકડ કરાઇ નથી.

ચકચારી બનાવમાં મહિલા એજન્ટનો પતિ અને આ કૌભાંડનો માસ્ટર માઇન્ડ સચિન શંકરલાલ ઠક્કર વિદેશ ભાગી જાય તેવી દહેશત વચ્ચે ટપાલ વિભાગે પણ જે-તે વખતે પાસપોર્ટ તંત્રને જાણ કરી હતી. વધુમાં ભુજ એ ડિવિઝન પોલીસે પણ લુકઆઉટ નોટિસ જારી કરી છે. આ અંગે ભુજ એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પી.એમ.ચૌધરીએ જણાવ્યું હતું કે, પોસ્ટ કચેરીના કૌભાંડમાં અધિકારીઓથી લઇને પટ્ટાવાળાના નિવેદનો લેવાઇ રહયા છે પરંતુ મુખ્ય સુત્રધાર એવો એજન્ટ પતિ સચિન વિદેશ ભાગી ન જાય તે માટે પાસપોર્ટ વિભાગમાંથી સચિનના પાસપોર્ટ નંબર સહિતની વિગતો મેળવીને લુકઆઉટ નોટિસ જારી કરાઇ છે. મુખ્ય આરોપીઓ સિવાયના આરોપીઓ પોલીસ મથકે હાજર થવા તૈયાર છે પરંતુ આ મુખ્ય આરોપીના કરતુતનું પૂરાવા સાથેના ડોક્યુમેન્ટ સહિતના આધારો મેળવીને જેથી આરોપીને છટકવાનો કોઇ મોકો ન મળે તેવી તપાસ સાથે કાર્યવાહી ચાલુ છે.

સૂત્રોનું માનીએ તો ટપાલ વિભાગ દ્વારા અંદરખાને ચાલતી તપાસમાં ઠોસ આધાર-પૂરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. વધુમાં વિજિલન્સ ટીમે પણ તપાસ આદરી છે ત્યારે આ પ્રકરણમાં ટૂંક સમયમાં વધુ કડાકા-ભડાકા થાય તેવી શક્યતા સેવાઇ રહી છે. ટપાલ વિભાગના કૌભાંડના પડઘા ન માત્ર ગુજરાત પરંતુ દિલ્હી સુધી પડ્યા છે. તાજેતરમાં કચ્છની મુલાકાતે આવેલા પી.એમ.જી.એ પણ રકમ મોટી હોઇ રિકવરી પર ભાર મુકી સી.બી.આઇ. તપાસ તરફ ઇશારો કર્યો હતો.

કૌભાંડ બહાર આવ્યા બાદ વિજિલન્સ ટીમે પણ ત્રીજી વખત સ્થાનિકે તપાસ આદરી છે પરંતુ આ મુદ્દે ટપાલ વિભાગે મૌન ધારણ કરી લીધું છે. જો કે, ટૂંક સમયમાં આ પ્રકરણમાં કડાકા-ભડાકા થાય તેવી શક્યતા વચ્ચે પોસ્ટના ઇન્ચાર્જ અધિક્ષક ભાવેશ પટેલનો ટેલીફોનિક સંપર્ક કરતા તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું.

પોસ્ટ એજન્ટ પ્રજ્ઞા ઠક્કરના આગોતરા જામીન મુદ્દે તપાસ અધિકારીને કોર્ટનું તેડું : આજે ફેંસલો
રાવલવાડી પોસ્ટ ઓફિસના એજન્ટ પ્રજ્ઞા ઠક્કરે ભુજની અદાલતમાં કરેલી આગોતરા જામીન માટેની અરજીમાં વિશેષ દલીલ માટે ફરી મુદત પડતાં હવે ગુરુવારે ચુકાદો આવશે. બુધવારે પ્રજ્ઞા ઠક્કરના વકીલની દલીલ પૂર્ણ થઇ ગઇ હતી પરંતુ સરકારી વકીલની દલીલ અડધી બાકી રહી ગઇ હતી. તા.18-2ના આ પ્રકરણની તપાસ કરતા પોલીસ અધિકારીને હાજર રહેવા કોર્ટે તેડું મોકલાવ્યું છે, જેથી વિશેષ દલીલ બાદ અદાલત દ્વારા ચુકાદો અપાશે.

કૌભાંડીની મિલકત માટે સર્ચ પરંતુ કોઇ કાર્યવાહી નહીં
ટપાલ વિભાગ દ્વારા થોડા દિવસ પહેલા સચિન ઠક્કર અને તેના પરિવારજનોના નામે ભુજની વિવિધ બેંકોના ખાતા, લોકર તેમજ અન્ય મિલકતોમાં જમીન, મકાન, પ્લોટ સહિતની વિગતો મંગાવાઇ હતી પરંતુ હજુ સુધી આ દિશામાં ટપાલ વિભાગ દ્વારા કોઇ જ કાર્યવાહી કરાઇ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો